કોરોનાનો હુમલો પર્લ હાર્બર અને 9/11 કરતા પણ વધારે ભયાનક: ડોનાલ્ડ ટ્રમ્પ

07 May, 2020 12:21 PM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

કોરોનાનો હુમલો પર્લ હાર્બર અને 9/11 કરતા પણ વધારે ભયાનક: ડોનાલ્ડ ટ્રમ્પ

ફાઈલ તસવીર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, દેશ પર થયેલો કોરોના વાયરસ (COVID-19)નો હુમલો પર્લ હાર્બર અને 9/11 કરતા પણ વધારે ભયાનક છે. વાઈટ હઉસના ઓવલ કાર્યાલયમાં નર્સો સાથે કરવામાં આવેલી એક બેઠકમાં પત્રકારોને કહ્યું હતું કે, આપણા દેશમાં અપણે અત્યાર સુધીમાં અનેક ભયાનક અને ખરાબ હુમલાઓનો સામનો કર્યો છે. પણ આ વાયરસનો હુમલો સૌથી ભયાનક છે. આ પર્લ હાર્બર કરતા પણ ભયાનક છે. આ વિશ્વ વ્યાપાર કેન્દ્ર કરાતં પણ બહુ ખરાબ છે. પહેલા આપ્રકારનો કોઈ હૂમલો થયો નથી.

વાઈટ હાઉસમાં એક અન્ય કાર્યક્રમમાં જ્યારે પત્રકારોએ ડોનાલ્ડ ટ્રમ્પને કોરોના વાયરસની તુલના પર્લ હાર્બર અને 11 સપ્ટેમ્બર 2001ના હુમલા પર થતી ટિપપ્ણીઓ વિષે પુછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે, હું આ અદ્રશ્ય શત્રુને એક યુદ્ધના રૂપમાં જોવું છું. આને પહેલા રોકી શકાતો હતો. પરંતુ એવું ન કરવામાં આવ્યું. પર્લ હાર્બરના હુમલામાં મરનારાઓની સંખ્યા કરતા પણ કોરોનાના લીધે મરનારાઓની સંખ્યા વધુ છે. કોરોનાને લીધે મૃત્યુ પામનારાઓની સંખ્યા તો વિશ્વ વ્યાપાર કેન્દ્ર પર થયેલા હુમલામાં મરનારા લોકો કરતા પણ વધુ છે. એ હુમલામાં 3000 લોકો મરી ગયાં હતા. પરંતુ આપણૂં દુર્ભાગ્ય કે કોરોનાને લીધે થયેલા મૃત્યુનો આંકડો આ આંકડાને પાર કરી ગયો છે. 

અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૨૩૩૩ લોકોનાં મોત નીપજ્યાં છે. સમગ્ર અમેરિકામાં કોરોનાથી લગભગ ૭૦ હજાર લોકોનાં મોત નીપજ્યાં છે. લગભગ અઢી લાખ અમેરિકનોને કોરોનાથી ચેપ લાગ્યો છે, પરંતુ આ બધાની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ચોંકાવનારા નિવેદન આપીને બધાને આશ્ચર્યચકિત કર્યા છે. ડોનલ્ડ ટ્રમ્પ યુએસમાં શટડાઉન ખોલવાની તૈયારી કરી રહ્યા છે.

યુએસ રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ એરિઝોના પ્રાંત પહોંચ્યા, જ્યાં તેમણે કહ્યું કે તેઓ અમેરિકન નાગરિકોને કોરોના સંક્રમણની વચ્ચે યોદ્ધાઓ તરીકે જુએ છે. ટ્રમ્પે શટડાઉન ખોલવાની વાત કરી હતી. ટ્રમ્પે લોકોને કામ પર પાછા ફરવાની વાત કહી અને કહ્યું કે અમેરિકન યોદ્ધાઓ છે. તેઓએ કહ્યું કે અમે હવે કોરોનાથી સુરક્ષિત છીએ. તેમણે શટડાઉન ખોલવા અને કામ પર પાછા ફરવાની જરૂરિયાતની વાત કહી.

ટ્રમ્પે અમેરિકન લોકો તેમ જ કોરોના યુદ્ધમાં સામેલ લોકોનો આભાર માન્યો. તેમણે કહ્યું કે હું અમેરિકાની જનતાને યોદ્ધાઓ તરીકે જોઉં છું. હું દેશના લોકોના સતત પ્રયાસનો આભાર માનું છું. તેમણે કહ્યું કે અમે ઘણા અમેરિકન નાગરિકોના જીવ બચાવ્યા છે. હવે આપણો દેશ કોરોના સાથેનાં આ યુદ્ધના આગલા તબક્કામાં છે. ટ્રમ્પે કહ્યું કે અમે હવે સલામત રહીને દેશને ફરીથી ખોલવાના તબક્કામાં છીએ. ટ્રમ્પે કહ્યું કે હવે દેશમાં કંઈક સારું થવાનું છે. અમે કોરોના સામેની લડતમાં મોટી પ્રગતિ કરી છે.

ટ્રમ્પે માસ્ક બનાવતી કંપની હનિવેલના કામની પ્રશંસા કરતાં કહ્યું કે સામાન્ય રીતે આવી સુવિધા તૈયાર કરવામાં ૯ મહિનાનો સમય લાગે છે, પરંતુ હનિવેલે તે ફક્ત ૫ અઠવાડિયામાં કરી દીધું. આપને જણાવી દઇએ કે અમેરિકામાં લગભગ ૭૦ હજાર મૃત્યુ કોરોના ચેપને કારણે થયાં છે. ટ્રમ્પે કહ્યું કે જ્યારે હું કોરોનાથી મરી ગયેલા લોકો વિશે વિચારું છું, ત્યારે હું રાત્રે સૂતો નથી. તેનાથી સૌથી વધુ પ્રભાવિત હું થયો છું.

coronavirus covid19 international news donald trump united states of america