રિકવરી રેટમાં વધારો થતો હોવા છતાં કોવિડ-19નો અંત ક્યારે નહીં આવે?

21 October, 2020 07:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રિકવરી રેટમાં વધારો થતો હોવા છતાં કોવિડ-19નો અંત ક્યારે નહીં આવે?

પ્રતીકાત્મક તસવીર

ભારત સહિત ઘણા દેશોમાં કોવિડ-19ના કેસમાં રિકવરી રેટ વધી રહ્યો છે. ઘણા દેશો કોરોના વેક્સિનનો ત્રીજા તબક્કાનું ટેસ્ટિંગ કરી રહ્યા છે એવામાં કોરોના વાયરસના સંક્રમણ અને તે નાબૂદ થવા બાબતે બ્રિટનના સંશોધકોએ એક મોટો દાવો કાર્યો છે જેનાથી નાગરિકોનું સેન્ટિમેન્ટ બગડ્યું છે.

બ્રિટિશ સરકારની આ મહામારી સંબંધિત સલાહકાર સમિતીના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકો કહ્યુ કે, કોરોના વાયરસને ક્યારેય પણ ખત્મ કરી શકાશે નહીં. તે માનવજાત વચ્ચે હંમેશા રહેશે. તેમણે  અલબત્ત એક વેક્સીન પ્રવર્તમાન સ્થિતિને થોડીક સારી બનાવવામાં મદદ જરૂર કરશે, એમ ન્યૂઝ.સ્કાય.કોમમાં આવેલા આર્ટિકલમાં જણાવવામાં આવ્યું છે.

બ્રિટિશ સરકારના સાયન્ફિટિક એડવાઇઝરી ગ્રૂપ ઓફ ઇમર્જન્સી (SAGE)ના એક સભ્ય જોન એડમંડ્સે સાંસદોને જણાવ્યુ કે, આપણે હવે હંમેશા વાયરસની સાથે રહીશું. એ વાતની સંભાવના અત્યંત ઓછી છે કે, તે દુનિયામાંથી સંપૂર્ણપણે ખત્મ થઇ જશે. તેમણે કહ્યુ કે, અમે આ શિયાળાના અંત સુધીમાં કોરોના વાયરસની કોઇને કોઇ રસી જરૂર બનાવી લઇશુ, જેનાથી આપણને મદદ મળશે. યુરોપના અન્ય દેશોની જેમ હવે બ્રિટન પણ કોરોના વાયરસની બીજી લહેરના ઝપેટમાં આવી ગયો છે. દેશમાં પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા હોવા છતાં મંગળવારે બ્રિટનમાં કોરોના વાયરસના 21 હજારથી વધારે નવા કેસો સામે આવ્યા છે. બ્રિટનમાં આ જીવલેણ વાયરસથી સંક્રમિતો લોકોની સંખ્યા લોકડાઉન વચ્ચે પણ ઝડપથી વધી રહી છે.

બ્રિટનના વૈજ્ઞાનિકોએ એવુ પણ કહ્યુ કે, આપણને વેક્સીનથી થોડીક મદદ મળી શકતી હોય તો તેનો ઉપયોગ જરૂર કરવો જોઇએ. આપણે દરેક સ્થિતિમાં કોરોનાના સંક્રમણના કેસો જેટલા ઓછા આવે તેવો પ્રયત્ન કરવો જોઇએ. એ દિવસો દૂર નથી જ્યારે આપણે અસરકારક એક વેક્સીનનો ઉપયોગ કરી શકીશું.

coronavirus covid19 international news