ચીની લૅબોરેટરીમાંથી કોરોના નહોતો ફેલાયો : ડબ્લ્યુએચઓ

10 February, 2021 11:57 AM IST  |  China/Wuha | Agency

ચીની લૅબોરેટરીમાંથી કોરોના નહોતો ફેલાયો : ડબ્લ્યુએચઓ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોરોના વાઇરસ ચીનની લેબોરેટરીમાંથી ફેલાયો હોવાની શક્યતા નકારી હતી અને પ્રાણી દ્વારા માણસમાં એ વાઇરસનું સંક્રમણ થયાની શક્યતા દર્શાવી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ફૂડ સેફ્ટી એક્સપર્ટ એન્ડ એનિમલ ડિસિઝ એક્સપર્ટ પીટર બેન એમ્બારેકે ચીનના કુખ્યાત વુહાન શહેરની મુલાકાતના અંતે ઉપરોક્ત શક્યતા દર્શાવી હતી. હાલ વુહાન શહેરમાં વિજ્ઞાનીઓની ટીમ કોરોના રોગચાળાનો પ્રસાર મૂળ ક્યાંથી થયો તેની તપાસ કરે છે.

કોરોના ઇન્ફેક્શનના સૌપ્રથમ કેસીસ ૨૦૧૯ના ડિસેમ્બર મહિનામાં ચીનના વુહાન શહેરમાં મળ્યા હતા. વુહાન ઇન્સ્ટીટ્યુટ ઑફ વાઇરોલોજીએ એકઠા કરેલા સેમ્પલ્સના અભ્યાસને આધારે કોરોના ઇન્ફેક્શનનો રોગચાળો સ્થાનિક લેબોરેટરી કે અન્ય સ્થાનિક પરિબળોને કારણે ફેલાયો હોવાની ધારણા બળવાન બની હતી. ચીનની સરકારે એ રોગચાળો મૂળ રૂપે વુહાન કે ચીનના કોઈ સ્થળેથી નહીં પણ દેશની બહારના કોઈ ઠેકાણેથી ફેલાયો હોવાના દાવા કર્યા હતા. પરંતુ નિષ્ણાત વિજ્ઞાનીઓની ટીમ કોરોના વાઇરલ ઇન્ફેક્શનના માનવ સમુદાયમાં પ્રવેશની વિવિધ થિયરીનો અભ્યાસ કરી રહ્યા છે. પીટર બેન એમ્બારેકે જણાવ્યું હતું કે ‘‘અમુક પ્રજાતિના પ્રાણીઓમાંથી માનવ સમુદાયમાં ફેલાયાની શક્યતા અમારા પ્રારંભિક સંશોધનમાં જણાય છે. પરંતુ લેબોરેટરીમાંથી ફેલાયાની ધારણામાં ખાસ વજુદ જણાતું નથી.’

china coronavirus covid19 international news