ચીનમાં થઈ રહ્યો છે જિનપિંગનો વિરોધ, દેશને બરબાદ કરવાનો આરોપ

18 August, 2020 09:00 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ચીનમાં થઈ રહ્યો છે જિનપિંગનો વિરોધ, દેશને બરબાદ કરવાનો આરોપ

શી જિનપિંગ

ચીનના પ્રમુખ રાજનૈતિક સ્કૂલની એક પૂર્વ પ્રૉફેસરે રાષ્ટ્રપતિ શી જિનપિંગ પર ગંભીર આરોપ મૂક્યા છે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના 'સેન્ટ્રલ પાર્ટી સ્કૂલ'માં લોકતાંત્રિક રાજનીતિના પ્રૉફેસર રહી ચૂકેલા કાઈ શિઆએ આરોપ મૂક્યો છે કે જિનપિંગનો હવે પોતાની જ પાર્ટીની અદંર હવે વિરોધ થઈ રહ્યો છે. જણાવવાનું કે એક સમયે શી જિનપિંગ સેન્ટ્રલ પાર્ટી સ્કૂલના પ્રમુખ રહી ચૂક્યા છે.

પૂર્વ પ્રૉફેસર કાઇ શિઆ કહે છે કે ચીનની સત્તામાં હાજર કોમ્યુનિસ્ટ પાર્ટીમાંથી અન્ય લોકો પણ બહાર આવવા માગે છે. આ પહેલા સોમવારે એક ઑડિયો લીક થયા બાદ કાઇ શિઆને પાર્ટીમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા હતા. કથિત રીતે તે જિનપિંગની આલોચના કરી રહ્યાં હતાં. તો, ચીનની 'સેન્ટ્રલ પાર્ટી સ્કૂલ'એ એક નિવેદનમાં કહ્યું હતું કે કાઇ શિઆ 1992થી જ પ્રૉફેસર હતી. તેમના કોમેન્ટ દ્વારા દેશની પ્રતિષ્ઠાને ક્ષતિ પહોંચી. તો શિઆએ કહ્યું કે પાર્ટીમાંથી કાઢી દેવા માટે તે ખુશ છે.

આ સવાલના જવાબમાં જિનપિંગ ચીનને વિશ્વ વિરુદ્ધ કેમ ઊભો રાખે છે, કાઈ શિઆએ જણાવ્યું કે, "જિનપિંગના શાસનમાં ચીની કૉમ્યુનિસ્ટ પાર્ટી વિકાસ માટે કામ નથી કરતી, પણ આ વિકાસમાં બાધા બને છે. હું માનું છું કે પાર્ટીમાંથી બહાર થવાની ઇચ્છા ધરાવનાર હું એકલી નથી. મેં ઘણાં વર્ષો પહેલા પાર્ટી છોડવાનું મન બનાવી લીધું હતું."

કાઇ શિઆએ ચીનને 'વિશ્વના દુશ્મન' બનાવવા માટે શી જિનપિંગને જ જવાબદાર ઠેરવ્યા છે. કાઇ શિઆએ કહ્યું કે પાર્ટીમાં તમામ વિરોધ છતાં લોકો આ માટે બોલતા નથી કારણકે તેમને ડર છે કે તેમની સામે રાજનૈતિક વેર વાળવામાં આવી શકે છે અને તેમના પર ભ્રષ્ટાચારના આરોપો પણ મૂકાઈ શકે છે. કાઇ શિઆએ કહ્યું કે જિનપિંગની તપાસ કરનાર કોઈ નથી. આ કારણે અનેક ભૂલો થઈ જેમ કે કોરોના મહામારીનો સામનો કરવો.

xi jinping china international news