કોરોના વાઇરસ રસી પહેલાં આપોઆપ ખતમ થઈ શકે : WHOનો દાવો

19 May, 2020 09:09 AM IST  |  Geneva | Agencies

કોરોના વાઇરસ રસી પહેલાં આપોઆપ ખતમ થઈ શકે : WHOનો દાવો

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક કૅન્સર પ્રોગ્રામના ડિરેક્ટર રહી ચૂકેલા પ્રોફેસર કરોલ સિકોરાએ કોરોના વાઇરસને લઈ મોટો દાવો કર્યો છે. સિકોરાએ કહ્યું કે કોરોના વાઇરસની વિરુદ્ધ દુનિયાભરમાં વૅક્સિન માટે લડાઈ ચાલી રહી છે એ પહેલાં જ એ ખતમ થઈ શકે છે. તેમણે કહ્યું કે કોરોના વાઇરસ વૅક્સિન ડેવલપ થાય એ પહેલાં જ આપોઆપ ખતમ થઈ શકે છે.

સિકોરાએ કહ્યું કે કોરોના વાઇરસની વિરુદ્ધ દરેક જગ્યાએ એક જેવી જ પૅટર્ન દેખાઈ રહી છે. મને શંકા છે કે આપણી અંદર જેટલો અંદાજ લગાડવામાં આવ્યો હતો એના કરતાં વધુ રોગ પ્રતિકારક ક્ષમતા છે. આપણે આ વાઇરસને સતત ધીમો કરવાનો છે, પરંતુ એ આપોઆપ જ ખૂબ નબળો પડી શકે છે. આ મારું અનુમાન છે કે આવું શક્ય થઈ શકે છે.

તેમણે કહ્યું કે આપણે આપણું અંતર બનાવીને રાખવાનું છે અને આશા કરવાની છે કે આંકડો શ્રેષ્ઠ હશે. આની પહેલાં બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોનસને ચેતવણી આપી હતી કે કોરોના વાઇરસનું લાંબા સમય સુધી સમાધાન માત્ર વૅક્સિન કે દવાથી જ શક્ય છે. તેમણે કહ્યું કે સૌથી ખરાબ સ્થિતિ એ છે કે આપણે ક્યારેય કોરોના વાઇરસની વૅક્સિન ન શોધી શકીએ.

geneva international news world health organization coronavirus covid19