Coronavirus: USAમાં કોરોનાની સંભવિત રસી શોધવામાં સફળતા, 2021માં બનશે

31 March, 2020 03:37 PM IST  |  Washington | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus: USAમાં કોરોનાની સંભવિત રસી શોધવામાં સફળતા, 2021માં બનશે

અમેરિકાના તબીબોએ કોરોના વાઇરસને અટકાવવા માટે બે દવાનું કોમ્બિનિશન શોધ્યું અને હવે જ્હોનસને એન્ડ જ્હોનસનને કોરોનાની સંભવિત રસી શોધવામાં સફળતા મળી છે. કંપનીના વૈજ્ઞાનિકોએ આ અંગે વહેલાહાર પ્રયોગ કરીને સંશોધન આગળ વધારવાની કવાયત શરૂ કરી દીધી છે.જો કે આ અત્યારે માત્ર સારા એંધાણ છે કારણકે કંપની અમેરિકન સરકાર સાથે એક અબજ ડોલરનું સંયુક્ત રોકાણ કરીને પછી આ રસીનાં સંશોધનની કામગી આગળ વધારશે.કંપનીનાં સુત્રોએ જણાવ્યા અનુસાર આ પ્રયોગો છેક સપ્ટેમ્બરમાં ચાલુ થશે અને તેના પ્રયોગો માણસ અને પ્રાણી બંન્ને પર કરાશે. શક્ય છે કે આવતા વર્ષની શરૂઆતમાં આ રસી વિશ્વમાં ઇમર્જન્સી સંજોગોમાં વાપરવા માટે તૈયાર થઇ જાય.  જ્હોનસન એન્ડ જ્હોનસનનાં વૈજ્ઞાનિક પૉલ સ્ટોફલે એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે તે અનુસાર સાર્સની રસી શોધવામાં પણ તેમને સફળતા મળી જેનો પ્રયોગ જાનવરો પર કરાયો છે અને તેઓ કોરોનાને નાથવાની રસી શોધવામાં પણ સફળ રહેશે. આ પહેલાં હાઇડ્રોક્લોરોક્વિન અને એઝિથ્રોમાઇસિનનાં કોમ્બિનેશનથી કોરોના સામે લડી શકાય છેનો પ્રયોગ ફ્રાંસમાં સફળ થયો છે.

coronavirus covid19 united states of america international news