Coronavirus: દવા મળી એટલે ટ્રમ્પ હવે PM મોદીનાં બે મોઢે વખાણ કરે છે

09 April, 2020 10:53 AM IST  |  Washington DC | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus: દવા મળી એટલે ટ્રમ્પ હવે PM મોદીનાં બે મોઢે વખાણ કરે છે

ફાઇલ તસવીર.

અમેરિકાનાં પ્રેસિડન્ટ ટ્રમ્પ આડેધડ બોલવા માટે અને બોલવામાં ગોટાળા મારવા માટે ફેમસ છે.કોરોના વાઇરસ સંક્રમણનો સામનો કરી રહેલા અમેરિકાને જરૂર હતી હાઇડ્રોક્સીક્લોરોક્વીનની અને આ દવાની નિકાસ પર ભારતે પ્રતિબંધ મુક્યો હતો.અમેરિકાએ હાઇડ્રોક્સીક્લોરોક્વીન ખરીદી છે અને તેમાં ભારત તરફથી અમેરિકાને મોટો હિસ્સો અપાયો છે.આ થતાં જ ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદીના વખાણ કરવામાં કંઇ બાકી ન રાખ્યું અને પોતાના દેશને આ દવા આપવા બદલ તે વડાપ્રધાનનો ઉપકાર ક્યારેય નહીં ભૂલે એવું ટ્વિટ પણ કર્યું. આ પહેલાં તો ટ્રમ્પે દવાની નિકાસ પરથી પ્રતિબંધ નહીં હટાવાય તો એ જોઇ લેશે અને બદલો લેશે એવી બધી વાત કરી હતી. આપણા દેશે જવાબ વાળ્યો કે પહેલાં ભારતની જરૂર જોવાશે પણ ત્યાં પરિસ્થિતિ સંગીન હશે તો ચોક્કસ મદદ કરાશે અને અંતે ભારતે અમેરિકાને એ ડ્રગ પહોંચાડી છે. પોતાનો અર્થ સર્યો એટલે ટ્રમ્પે મોદીનાં બે મોઢે વખાણ કર્યા છે એને તેમની લીડરશીપને બિરદાવી છે. 

 ભારત આ એન્ટિ મેલેરિયા ડ્રગની નિકાસ કરવામાં અવ્વલ નંબરે છે અને અનેક દેશોમાંથી ભારતને HCQનો જથ્થો પુરો પાડવાની માંગ કરાઇ છે.ટ્રમ્પનાં શરૂઆતી વલણને પગલે લોકોએ ભારતમાં તો એવી માંગ પણ કરી હતી કે આમ ધમકી આપીને દવા માગનારા યુએસેએને મદદ ન કરવી જોઇએ પણ નરેન્દ્ર મોદીએ રોગચાળાની લડતમાં અમેરિકાને ટેકો આપ્યો.  

coronavirus covid19 narendra modi donald trump