Corona Virus Effect :શેકહેન્ડ આઉટ, નમસ્તે ઇન

13 March, 2020 06:06 PM IST  |  Mumbai | Mumbai Desk

Corona Virus Effect :શેકહેન્ડ આઉટ, નમસ્તે ઇન

નમસ્તે કરતાં ઇમેન્યુઅલ મેક્રોન

વિશ્વભરમાં કોરોનાનો કહેર પ્રસર્યો છે અને સતત પ્રસરી રહ્યો છે ત્યારે હાથ જોડીને થતા આપણા નમસ્તેને વિદેશનાં પ્રમુખો, અગ્રણીઓ અને સેલિબ્રિટીઝ અપનાવી રહ્યા છે.

જેમ કે ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેત્યાનાહુએ પોતાના દેશનાં નાગરિકોને નમસ્તે અપનાવવાનું સૂચન કર્યું છે. તેમણે કહ્યું છે કે શેકહેન્ડ કરાવનું ટાળો અને તમે હાથ જોડીને તમે ભારતીય શૈલીમાં નમસ્તે કે શેલોમ જેવો કોઇપણ શબ્દ બોલી શકો છો પણ હાથ નહીં મેળવવાનો કોઇપણ રસ્તો શોધી કાઢો.

 યુકેનાં રાજવી પરિવારનાં પ્રિન્સ ચાર્લ્સ પણ ભારતીય સ્ટાઇલનાં નમસ્તેથી જ લોકોને અભિવાદન કરી રહ્યા છે. પ્રિન્સ ચાલ્સની આ બાબત લોકોને બહુ જ પસંદ આવી રહી છે. 71 વર્ષનાં પ્રિન્સ ચાર્લ્સનો નમસ્તે કરતો વીડિયો ખુબ પૉપ્યુલર થઇ રહ્યો છે. પ્રિન્સ ટ્રસ્ટ એવોર્ડનાં વાર્ષિક કાર્યક્રમમાં લંડન પેલેડિયમ પહોંચેલા ચાર્લ્સનો નમસ્તે કરતો વીડિયો ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ઑફિસરે ટ્વિટર પર આ શેર કર્યું હતું અને લખ્યું હતું કે અમે ભારતીયો તો પહેલેથી જ આવું કહેતા હતા પણ હવે આ જોઇને શીખો કે સરખી રીતે નમસ્તે કેવી રીતે કરાય. આ વીડિયોમાં કારમાંથી બહાર નિકળતા ચાર્લ્સ મહેમાન સાથે હાથ મળાવવા જાય છે અને તરત જ તેમને ખ્યાલ આવે છે કે તે ટાળવાનું છે અને તે હાથ જોડીને નમસ્તે કરે છે. 

ફ્રેન્ચ પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોને પણ ગાલ પરનાં ચુંબનનાં પારંપરિક ગ્રિટિંગને બદલે સ્પેઇનનાં રોયલ્સને નમસ્તે કહીને અભિવાદન કર્યું હતું. ફ્રાંસમાં ભારતનાં એલચીએ કહ્યું છે કે પ્રેસિડન્ટે દરેકને આ જ રીતે શુભેચ્છા આપવાનું નક્કી કર્યું છે.

 અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ નમસ્તે અપનાવી લીધું છે, અને જુઓ કઇ રીતે આયરલેન્ડનાં વડાપ્રધાન સાથે કર્યું અભિવાદન અને પછી શેર કરી આ વાત.

વળી આપણાં પોતાના સેલેબ્ઝની વાત કરીએ તો પ્રિયંકા ચોપરા, અનુપમ ખેર અને અમિતાભ બચ્ચને તો નમસ્તેની વધી રહેલી પૉપ્યુલારીટી અને સંકટના સમયમાં તેનો ઉપોયગ કરવાની વાત કરી જ છે. આ છે પ્રિયંકાની અદા.

 તો અનુપમ ખેરે આ પ્રકારનો સંદેશો આપ્યો હતો. 

શાસ્ત્રો અનુસાર નમસ્તેનો તર્ક શું?

જાણીતા કોસ્મિક એનર્જી એક્સપર્ટ તેજસ રાવલનું કહેવું છે કે, "જ્યારે પણ કોઇ વ્યક્તિ બીજી વ્યક્તિના સંપર્કમાં આવે છે ત્યારે પરસ્પર ઉર્જા ટકરાય છે. આ ઉર્જાને આપણે ઑરા તરીકે ઓળખીયે છીએ. દરેક વ્યક્તિનો પોતાનો ઑરા હોય છે અને તે જ્યારે પણ જાણ્યા અજાણ્યા લોકોની વચ્ચે હોય ત્યારે તેના ઑરાનાં ચક્રમાં પરિવર્તન આવે છે. ખાસ કરીને શેક હેન્ડ, આલિંગન કે કોઇપણ પ્રકારનો શારીરિક સંપર્ક ઉર્જા પર અસર કે છે. આ સંજોગોમાં તમને જ્યારે નમસ્તે કરો છો ત્યારે તે તમારા હાર્ટ ચક્ર પાસે હોય છે, તે એક પ્રકારનું ઉર્જા કવચ બને છે, આ જેશ્ચર સાથે તમે સામી વ્યક્તિની ઉર્જા સ્વિકારતાં અટકો છો. કોઇ વ્યક્તિની ઉર્જા તમારે ત્યારે જ સ્વીકારવી જોઇએ જ્યારે તમને તેની જરૂર હોય અથવા તો સામી વ્યક્તિની ઉર્જા હકારાત્મક હોય. વિદેશમાં રાજવીઓ હાથમાં મોજા પહેરતાં હોય છે, ખાસ કરીને સ્ત્રીઓ કારણકે તેઓ પોતાની ઉર્જા અન્ય કોઇની ઉર્જા સાથે ભળે તેવું નથી ઇચ્છતા અને આ માટે જ તેઓ હાથમાં મોજાં પહેરવાનું પસંદ કરે છે."

coronavirus prince charles donald trump priyanka chopra anupam kher benjamin netanyahu