અમેરિકામાં કોરોના સંક્રમિતોનો આંકડો ૨૦ લાખને પાર

09 June, 2020 01:34 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અમેરિકામાં કોરોના સંક્રમિતોનો આંકડો ૨૦ લાખને પાર

વિશ્વમાં કોરોના વાઇરસના કારણે અત્યાર સુધીમાં ૪,૦૫,૨૭૨ લોકોનાં મોત થયાં છે, જ્યારે સંક્રમિતોનો આંકડો ૭૦,૮૫,૭૦૨ થયો છે. જોકે અત્યાર સુધીમાં ૩૪,૫૯,૮૩૦ લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે

અમેરિકામાં ટ્રમ્પ સરકાર બે બાજુ સંઘર્ષ કરતી જોવા મળી રહી છે. અહીં સંક્રમિતોનો આંકડો ૨૦ લાખને વટાવી ગયો છે જે વિશ્વમાં સૌથી વધુ છે. ન્યુ યૉર્ક રાજ્ય અને ન્યુ યૉર્ક શહેર સૌથી વધુ પ્રભાવિત છે. રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે અહીં કેસની સંખ્યા એટલા માટે વધારે છે, કારણ કે અહીં ટેસ્ટ વધુ થઈ રહ્યાં છે. બીજી તરફ અશ્વેત નાગરિક જ્યૉર્જ ફ્લૉઇડનું પોલીસના હાથે મૃત્યુ થવાને કારણે થઈ રહેલા દેખાવોના પગલે સરકારની ચિંતા વધી ગઈ છે. અહીં લોકો માસ્ક તો પહેરે છે, પરંતુ સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરી રહ્યા નથી.

અહીં સોમવારે ૬ નવા કેસની પુષ્ટિ થઈ છે. આ તમામ સંક્રમિતો બીજા દેશોમાંથી ચીનમાં આવ્યા છે. હેલ્થ મિનિસ્ટરીના એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. ચાર કેસની પુષ્ટિ રવિવારે જ્યારે બેની સોમવારે થઈ છે. એમાંથી બે દરદીઓ એવા હતા જેમનામાં સંક્રમણના કોઈ લક્ષણ જોવા મળ્યા ન હતા. રવિવારે દેશમાં કુલ ૮૩,૦૪૦ કેસ પ્રકાશમાં આવ્યા હતા. આ પૈકીના ૬૫ની સારવાર હજી પણ ચાલુ છે. ૭૮,૩૪૧ને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જ્યારે કુલ ૪૬૩૪ લોકોના મોત થયાં છે.

coronavirus covid19 united states of america new york donald trump