વિકાસશીલ રાષ્ટ્રો માટે ક્લાઇમેટ ચેન્જ સંમેલન નિષ્ફળ

22 November, 2022 09:37 AM IST  |  Sharm El-Sheikh | Gujarati Mid-day Correspondent

બીજી તરફ ગ્લોબલ વૉર્મિંગનાં કારણોને દૂર કરવા માટે ખાસ કોઈ પગલાં લેવાની વાતો સાંભળવા નથી મળી

ઇજિપ્તમાં રવિવારે સંપન્ન થયેલી ક્લાઇમેટ ચેન્જમાં મૂકવામાં આવેલી પૃથ્વીની પ્રતિકૃતિ

ઇજિપ્તના શર્મ-અલ શેખ શહેરમાં ગઈ કાલે કોપ-૨૭ સંમેલન સંપન્ન થયું. જેમાં ક્લાઇમેટ ચેન્જને કારણે થતા નુકસાનના વળતર માટે ૨૦૨૩ના કોપ પહેલાં દુનિયાના અલ્પ વિકસિત દેશોને નાણાકીય સહાય આપવા માટે પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે. બીજી તરફ ગ્લોબલ વૉર્મિંગનાં કારણોને દૂર કરવા માટે ખાસ કોઈ પગલાં લેવાની વાતો સાંભળવા નથી મળી. કોપની ચર્ચાઓ દરમ્યાન એક તરફ ક્લાઇમેટ ચેન્જ માટે જવાબદાર દેશોની યાદીમાં વધારો થયો હતો, તો બીજી તરફ વિકાસશીલ દેશોએ ક્લાઇમેટ ચેન્જને કારણે થતી અસરો તેમ જ એનો સામનો કરવા માટે નાણાકીય અને ટેક્નિકલ સહાયની માગણી કરી હતી. આ વખતના સંમેલનમાં ક્લાઇમેટ ચેન્જને કારણે થતા નુકસાનને પહોંચી વળવા માટે વિકાસશીલ દેશોને નાણાકીય સહાય આપવાની પ્રતિબદ્ધતા જાહેર કરવામાં આવી હતી, જે એક સારી પહેલ ગણાવી શકાય, કારણ કે માત્ર કેટલાક સમય પહેલાં જ આની ચર્ચા શરૂ થઈ હતી, જેમાં નિર્ણય પણ થઈ ગયો હતો. 
ક્લાઇમેટ ચેન્જને કારણે થનારા નુકસાનનો આંકડો વધીને ૨૦૦ બિલ્યન ડૉલર થઈ ગયો છે, જે એક ચિંતાનો વિષય રહ્યો હતો.

international news