જ્યૉર્જ બુશની હત્યાનું કાવતરું નિષ્ફળ બનાવાયું

26 May, 2022 10:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમેરિકામાં રાજકીય શરણ લેવાની કોશિશ કરનારા એક ઇરાકી વ્યક્તિએ અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જ્યૉર્જ ડબ્લ્યુ બુશની હત્યાનું કાવતરું રચ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

વૉશિંગ્ટન ઃ અમેરિકામાં રાજકીય શરણ લેવાની કોશિશ કરનારા એક ઇરાકી વ્યક્તિએ અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જ્યૉર્જ ડબ્લ્યુ બુશની હત્યાનું કાવતરું રચ્યું હતું. એફબીઆઇ અનુસાર બાવન વર્ષનો શિહાબ અહમદ અમેરિકામાં ઓછામાં ઓછા ચાર ઇરાકીઓને મેક્સિકોની બૉર્ડરથી લાવવા માગતો હતો, જેથી તે તેનું કાવતરું પાર પાડી શકે. ઓહાયોની ફેડરલ કોર્ટમાં એફબીઆઇની એક ઍફિડેવિટમાં આ જાણકારી આપવામાં આવી હતી. ​ શિહાબની મંગળવારે બુશની હત્યાનું કાવતરું રચવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.

world news united states of america