બળદ ખરેખર આવા રંગના હોત તો?

27 December, 2011 05:21 AM IST  | 

બળદ ખરેખર આવા રંગના હોત તો?

 

અત્યારે આ એક મહોત્સવ બની ગયો છે, પરંતુ એનો જન્મ એક માન્યતામાંથી થયો છે. યુનાન પ્રાન્તમાં રહેતા હાનિ નામના સમુદાયમાં અગાઉ એવી માન્યતા હતી કે બળદને રંગવાથી તેમનું ગામ સુરક્ષિત રહે છે. કલરફુલ બળદને જોઈને વાઘ ડરી જાય છે અને એનું ઘર સુરક્ષિત રહે છે. આ માન્યતાએ તેમને તેમની ટૅલન્ટ દેખાડવાની તક આપી. હાનિ સમુદાયના આ લોકો ચીનમાં લગભગ બધે જ વિસ્તરેલા છે. તેમની વસ્તી ૧૪ લાખની છે અને તેમનો મુખ્ય વ્યવસાય ખેતી છે.