વિશ્વની મોસ્ટ વૉન્ટેડ મહિલાને હવે સુસાઇડ-બૉમ્બર બનવું છે

11 September, 2012 05:43 AM IST  | 

વિશ્વની મોસ્ટ વૉન્ટેડ મહિલાને હવે સુસાઇડ-બૉમ્બર બનવું છે



વિશ્વના મોસ્ટ વૉન્ટેડ ટેરરિસ્ટના લિસ્ટમાં જેનું નામ સામેલ છે એ બ્રિટનની સમૅન્થા લ્યુથવેઇટ નામની આતંકવાદીએ સુસાઇડ બૉમ્બર બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે. કેન્યાના એક બારમાં ગ્રૅનેડ અટૅકમાં મોસ્ટ વૉન્ટેડ એવી ૨૮ વર્ષની સમૅન્થાએ ઇન્ટરનેટ પર પોતે રચેલી કવિતા પોસ્ટ કરી છે જેમાં તેણે સુસાઇડ બૉમ્બર તરીકે જીવનનો અંત આણવાની ઇચ્છા દર્શાવી હતી. કેન્યામાં ગયા સપ્તાહે માર્યા ગયેલા અલ-શબાબ નામના આતંકવાદી સંગઠનના નેતા અબુ મોહમ્મદને સમર્પિત કરેલી આ કવિતામાં સમૅન્થાએ એવું લખ્યું છે કે એ પોતે પણ આત્મઘાતી હુમલો કરીને તેની પાસે પહોંચી જવા માગે છે.

અલ-શબાબ સંગઠન અલ-કાયદા સાથે સંકળાયેલું છે. આ આતંકવાદી સંગઠન કેન્યા તથા સોમાલિયા સહિતના આફ્રિકન દેશોમાં સક્રિય છે.

વાઇટ વિડોના નામે કુખ્યાત સમૅન્થાએ લંડનમાં જુલાઈ ૨૦૦૫માં થયેલા સિરિયલ બૉમ્બબ્લાસ્ટના આરોપી જેરમાઇન લિન્ડ્સે સાથે લગ્ન કયાર઼્ હતાં. એ પછી તેણે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લીધો હતો. સમૅન્થા અત્યારે સેન્ટ્રલ કેન્યામાં ક્યાંક છુપાયેલી હોવાનું માનવામાં આવે છે. લિન્ડ્સેના મોત બાદ સમૅન્થાએ હબીબ ગની નામના અન્ય એક આતંકવાદી સાથે લગ્ન કરી લીધાં હતાં. ગની પોતાને ઓસામા તરીકે ઓળખાવે છે. શૉકિંગ વાત એ છે કે સમૅન્થા આઠ વર્ષના દીકરા અને પાંચ વર્ષની દીકરીને પણ આતંકવાદી બનાવવા માગે છે.