એપ્રિલના અંત સુધીમાં ખતમ થઈ જશે કોરોના : ચીનના વૈજ્ઞાનિકનો દાવો

04 April, 2020 05:26 PM IST  |  Mumbai Desk

એપ્રિલના અંત સુધીમાં ખતમ થઈ જશે કોરોના : ચીનના વૈજ્ઞાનિકનો દાવો

ગત ઘણા દિવસોથી કોરોના વાઇરસનાં કારણે લગાવાયેલા લૉકડાઉન વચ્ચે દરેક વ્યક્તિના મનમાં માત્ર એક જ સવાલ ઊભો થઈ રહ્યો છે કે આખરે આ બધો અંત કયારે આવશે? વિશ્વના તમામ નેતાઓ અને વૈજ્ઞાનિકો પણ આ સવાલો ઉઠાવી રહ્યા છે. ક્યારે આ સંકટ ટળશે તેના વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ સારા સમાચાર આવી રહ્યા છે કે ચીનના સૌથી પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકે દાવો કર્યેા છે કે આગામી ચાર અઠવાડિયાં એટલે કે એક મહિનાની અંદર કોરોના વાઇરસ ખતમ થઈ જશે.

ચીનના સૌથી મોટા સાયન્ટિસ્ટ ડૉ. જોંગ નાનશાને કહ્યું કે એપ્રિલ મહિનાના અંત સુધીમાં કોરોના વાઇરસનો કેર શાંત થવા લાગશે. ડૉ. નાનશાનનો દાવો છે કે ચીન ફરી એક વાર આ વાઇરસથી સંક્રમિત નહીં થાય. ચીનની જ એક ટીવી ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે વિશ્વના અનેક દેશોએ તેને અટકાવવા માટે જે લૉકડાઉન સિસ્ટમ અપનાવી છે તે વાઇરસને અટકાવવામાં ખૂબ જ પ્રભાવી પગલું છે. એપ્રિલના અંત સુધીમાં આ વાઇરસ ખતમ થઈ જશે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ચીનના વુહાન શહેરમાં ઠીક થઈ ચૂકેલ કોરોના વાઇરસ ફરી સંક્રમિત થઈ શકે છે કે. તેમણે કહ્યું કે આવું ખૂબ જ ઓછું થાય છે. ડૉ. નાનશાનનું કહેવું છે કે કોઈ વ્યક્તિના ઠીક થયા બાદ ફરી એક વાર સંક્રમિત થવાનું એક કારણ શરીરમાં એન્ટિબોડિઝના હોવાનું છે.

અમેરિકાના વૈજ્ઞાનિકોએ કોરોનાની રસી તૈયાર કરી હોવાનો દાવો

કોરોના વાઇરસની વેક્સીનને લઈ આખી દુનિયામાં રીસર્ચ ચાલી રહ્યું છે. અલગ-અલગ દેશ દાવો કરી રહ્યું છે કે તેમના ત્યાં વેક્સીન બની રહી છે, પરંતુ આ બધાની વચ્ચે અમેરિકન વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેમની વેક્સીને એ સ્તરની તાકાત પ્રાપ્ત કરી લીધી છે કે તેનાથી કોરોના વાઇરસના સંક્રમણને મજબૂતીથી રોકી શકાય.

પિટ્સબર્ગ સ્કૂલ ઑફ મેડિસિનના એસોસીએટ પ્રોફેસર આંદ્રિયા ગમબોટ્ટોએ કહ્યું કે આ બન્ને સાર્સ અને મર્સના વાઇરસ નવાવાળા કોરોના વાઇરસ એટલે કે કોવિદ-૧૯ સામે કેટલીક હદ સુધી મળે છે. તેનાથી અમને એ શીખવાનું મળ્યું કે આ ત્રણેયને સ્પાઇક પ્રોટીન (વાઇરસના બહારનું પડ)ને તોડવો ખૂબ જ જરૂરી છે જેથી કરીને વ્યક્તિઓને આ વાઇરસથી મુક્તિ મળી શકે.

international news coronavirus covid19 china