ચીની વિમાન ક્રેશ નહોતું થયું, ષડયંત્ર ઘડી તોડી પાડવાનો ખુલાસો થયો રિપોર્ટમાં

18 May, 2022 03:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ચીનની ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સનું વિમાન 21 માર્ચે દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 123 મુસાફરો અને 9 ક્રૂ મેમ્બરના મોત થયા હતા.

પ્રતીકાત્મક તસવીર

 

ચીનની ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સનું વિમાન 21 માર્ચે દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 123 મુસાફરો અને 9 ક્રૂ મેમ્બરના મોત થયા હતા. ત્યારે કહેવામાં આવ્યું હતું કે આ દુર્ઘટના કોઈ ટેકનિકલ ખામીના કારણે થઈ હશે, પરંતુ હવે એક નવો ખુલાસો થયો છે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલે મંગળવારે એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે આ દુર્ઘટના ક્રેશ નહોતી પરંતુ પ્લેનને જાણી જોઈને નીચે પાડવામાં આવ્યું હતું. ચીની એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી તપાસમાં વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી હોવાની વાત સામે આવી નથી. આનાથી એવી અટકળોમાં વધારો થાય છે કે વિમાનને જાણી જોઈને નીચે ઉતારવામાં આવ્યું હતું.

વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, "રિકવર થયેલા બ્લેક બોક્સમાંથી ફ્લાઇટ ડેટાની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે બોઇંગ 737-800ને કોકપિટમાં કોઈએ ઈરાદાપૂર્વક ગોળી મારી હતી. અમેરિકી અધિકારીઓએ તપાસ અંગે પોતાના પ્રારંભિક અનુમાનમાં આ વાત કહી છે. 21 માર્ચે કુનમિંગથી ગુઆંગઝૂ જઈ રહેલું વિમાન ક્રેશ થયું હતું, જેમાં 132 લોકોના મોત થયા હતા. છેલ્લા 28 વર્ષોમાં ચીનમાં આટલી ભયાનક વિમાન દુર્ઘટના પ્રથમ વખત બની છે. ચીનની સરકારે પણ આ અકસ્માત અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે આ ચીની એરલાઇનનું પ્લેન ઝડપથી નીચે આવી રહ્યું હતું ત્યારે એર ટ્રાફિક કંટ્રોલર્સ દ્વારા અનેક કોલ કરવામાં આવ્યા હતા. આમાંથી કોઈ પણ કોલનો પાઈલટો દ્વારા જવાબ આપવામાં આવ્યો ન હતો. આનાથી એ ડર પણ વધી ગયો છે કે પ્લેનને કદાચ જાણીજોઈને ડાઉન કરવામાં આવ્યું હતું. પ્લેનને ઈરાદાપૂર્વક નીચે ઉતારવામાં આવ્યું હોવાના દાવાને સમર્થન આપવા માટે તપાસકર્તાઓ હાલમાં કોઈ પુરાવા શોધી રહ્યા છે. હજુ સુધી તપાસ કોઈ નક્કર તારણ પર પહોંચી નથી.

world news china