ફ્રેન્ડને પ્રપોઝ કરવા ૫૫ લાખ રૂપિયા ખર્ચીને ૯૯ આઇફોન ખરીદ્યા, પણ દાળ ગળી નહીં

12 November, 2014 05:54 AM IST  | 

ફ્રેન્ડને પ્રપોઝ કરવા ૫૫ લાખ રૂપિયા ખર્ચીને ૯૯ આઇફોન ખરીદ્યા, પણ દાળ ગળી નહીં



તેણે ઍપલ સ્ટોરમાંથી આઇફોન૬ના ૯૯ પીસ ખરીદ્યા હતા અને એ માટે ૫૫,૦૦૦ પાઉન્ડ એટલે કે આશરે પંચાવન લાખ રૂપિયા ખચ્ર્યા હતા. આ મોબાઇલનાં બધાં જ બૉક્સને તેણે એક મૉલની બહાર હાર્ટ શેપમાં ગોઠવ્યાં હતાં. એ પછી પોતાની ફ્રેન્ડને એ હાર્ટ શેપમાં બોલાવીને ફૂલોનો ગુચ્છો આપીને પ્રપોઝ કર્યું હતું. આ ઘટના વખતે તેણે પોતાના મિત્રોને પણ બોલાવ્યા હતા. જોકે છોકરીએ ફૂલો લઈને તેની લગ્નની પ્રપોઝલને ઠુકરાવી દીધી હતી એટલું જ નહીં, આવું કરીને તેને ક્ષોભમાં મૂકવા અને ટાઇમ વેસ્ટ કરવા બદલ એક ફોન લઈને જતી રહી હતી. હવે તે યુવક બાકીના મોબાઇલ વેચીને ખર્ચેલા પૈસા પાછા રિકવર કરવાની ચિંતામાં પડ્યો છે.