હૉન્ગ કૉન્ગમાં હિંસા વચ્ચે ચીને પહેલી વખત સૈનિકોને સાદાં કપડાંમાં ઉતાર્

18 November, 2019 11:57 AM IST  |  Mumbai

હૉન્ગ કૉન્ગમાં હિંસા વચ્ચે ચીને પહેલી વખત સૈનિકોને સાદાં કપડાંમાં ઉતાર્

પોલીસ વાહનો પર પથ્થરો ફેંકતા હૉન્ગ-કૉન્ગના પ્રદર્શનકારીઓ.તસવીર : પી.ટી.આઇ.

ને હૉન્ગ કૉન્ગમાં પ્રદર્શન શરૂ થયાના ૫ મહિના બાદ પ્રથમ વખત તેની સેના મોકલી છે. પિપલ્સ લિબરેશન આર્મીના જવાનો સાદા કપડામાં પ્રદર્શનકારીઓ દ્વારા ફેલાવેલા કચરાને અને બૅરિકેડ્સને દૂર કરતા જોવા મળ્યા હતા. પીએલએનું કહેવું છે કે તેના સૈનિક તેમની ઈચ્છાથી હૉન્ગ કૉન્ગમાં સફાઈ કરવા આવ્યા છે. જોકે, હૉન્ગ કૉન્ગ પ્રશાસને કહ્યું છે કે તેમણે ચીનના સૈનિકો પાસે કોઈ જ મદદ માગી ન હતી.
હૉન્ગ કૉન્ગના બંધારણ (ગૅરિસન લૉ અને બેઝિક લૉ) ની કલમ-૧૪ પ્રમાણે ચીનની સેના શહેરના સ્થાનિક કામકાજમાં કોઈ જ દરમ્યાનગીરી કરી શકતી નથી. સેનાને અધિકાર ત્યારે જ છે કે જ્યારે સ્થાનિક પ્રશાસન તેની પાસે મદદ માગે. જોકે હૉન્ગ કૉન્ગમાંથી ચીનનું નિયંત્રણ ગયા બાદ ક્યારેય શહેરમાં ચીનની સેનાની જરૂર પડી નથી.
આ વર્ષ જુલાઈમાં ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ વુ ક્યાને કહ્યું હતું કે બીજિંગ હૉન્ગ કૉન્ગમાં સેના ત્યારે જ મોકલી શકે છે કે જ્યારે અનુચ્છેદ ૧૪ અંતર્ગત હૉન્ગકૉન્ગ સરકાર માગ કરે. અલબત્ત રવિવારે બીજિંગે જ ગ્લોબલ ટાઈમ્સ અખબારના અધિકારીના હવાલાને ટાંકી જણાવ્યું હતું કે સૈનિકોના સફાઈ કાર્યક્રમ અંગે લોકોને વધારે જાણવાની કોઈ જરૂર નથી. સેનાના કેમ્પની બહારનો ચુકાદો કમાન્ડરની અનુમતિ બાદ જ લઈ શકાય છે. આ ઉપરાંત તેમણે પોતાનો ડ્રેસ પણ પહેર્યો ન હતો અને હથિયાર પણ ધારણ કર્યા ન હતા.

china hong kong