ચીનની PPE કીટ તાન્ઝાનિયામાં વાપરી તો બકરી અને ફળને પણ નિકળ્યો કોરોના

06 May, 2020 11:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ચીનની PPE કીટ તાન્ઝાનિયામાં વાપરી તો બકરી અને ફળને પણ નિકળ્યો કોરોના

પ્રતિકાત્મક તસવીર

વૈશ્વિક મહામારી કોરોના વાયરસ (COVID-19)ની ચપેટમાં આવવાનો હવે એકપણ દેશ બાકી નથી. એટલે દરેક દેશ PPE કીટનો સહારો લઈ રહ્યાં છે. તાજેતરમાં પૂર્વીય આફ્રિકી દેશ તાંઝાનિયામાં ચીની ટેસ્ટિંગ કિટ વડે પરીક્ષણ કરવામાં આવતા તે વધૂ એકવાર નિષ્ફળ ગઈ હતી અને તેની યોગ્યતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. તાંઝાનિયામાં ચીનની કીટથી કરવામાં આવેલા પરીક્ષણમાં બકરી અને ફળ પણ કોરોના સંક્રમિત જણાયા હતા. આવા પરિણામો આવ્યા બાદ રાષ્ટ્રપતિ જોન માગુફુલીએ તપાસ કિટની યોગ્યતા પર સવાલ ઉઠાવ્યો હતો અને તેની તપાસ માટે આદેશ આપ્યો હતો.

તાંઝાનિયામાં બકરી અને એક ખાસ ફળ પર ચીનથી આવેલી PPE કીટનો ઉપયોગ કરીને તપાસ કર્યા બાદ તેના નમૂના લેબમાં મોકલવામાં આવ્યા હતા પણ તે નમૂના ફળ અને બકરીના છે નમૂનાનો રીપોર્ટ આવ્યા બાદ આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો હતો અણે રાષ્ટ્રપતિએ તાંઝાનિયાના સુરક્ષા દળોને કિટની ગુણવત્તાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.  આ પરિણામ પરથી કહી શકાય કે PPE કીટ યોગ્ય ન હોવાને કારણે જ અનેક લોકોના પરિણામો પોઝેટિવ આવે છે. જોન માગુફુલીએ કહ્યું હતું કે, મેં પહેલા પણ કહ્યું હતું કે આપણે ચીનની તમામ સહાયતાનો સ્વીકાર ન કરવો જોઈએ. આ તમામ કિટની તપાસ થવી જોઈએ

આમ જોવા જઈએ તો તાંઝાનિયા એક માત્ર એવો દેશ નથી જેના સાથે ચીને છેતરપિંડી કરી હોય. ચીને મુશ્કેલીના આ સમયમાં પણ અનેક દેશો સાથે છેતરપિંડી અને મજાક રકી છે. આ પહેલા ચીને ભારતમાં જે PPE કીટો મોકલેલી તેમાંથી એક ચર્તુંથાંશ કીટ ગુણવત્તા ટેસ્ટમાં અસફળ રહી હતી. ચીનમાંથી ભારતમાં આશે 1.7 લાખ PPE કીટ સપ્લાય કરવામાં આવી હતી. જેમાંથી 50,000 ગુણવત્તા ટેસ્ટમાં ફેલ ગઈ હતી.

ચીને માત્ર ભારતમાં જ નહીં યુરોપમાં પણ હલકા દરજ્જાની કીટો મોકલાવી હતી, જે પહેરતા પહેલાં જ ફાટી જતી હતી. એટલું જ નહીં ચીને પાકિસ્તાનને મહિલાઓના આંતરવસ્ત્રોમાંથી બનેલા માસ્ક મોકલી આપ્યા હતા. અરે, ચીને તો પાડોશી દેશ નેપાળને પણ આમાંથી બાકાત નહોતો રાખ્યો અને તેના પરિણામે નેપાળ સરકારે ચીનની એક કંપની સાથેનો કોરોના વાયરસ ટેસ્ટિંગ અને PPE કીટ ખરીદવાનો કોન્ટ્રેક રદ કર્યો હતો.

ઈટલી સાથે પણ ચીને આવું જ કંઈક કર્યું હતું. વુહાન અને ચીનમાં જ્યારે કોરોનાનું સંક્રમણ વધી ગયું હતું ત્યારે ઈટલીએ મેડિકલ સપ્લાયનું દાન કર્યું હતું. પરંતુ ઈટલીને જરૂર પડી ત્યારે ચીને તેમેન મેડિકલ સપ્લાયની સહાય બિલ સાથે મોકલી હતી અને મેડિકલના સાધનો પણ ઉતરતી કક્ષાના હતા.

આ સિવાય ચીને યુરોપિયન દેશો સાથે પણ દગો કર્યો હતો. એટલે જ સ્પેન, તુર્કી, જ્યોર્જિયા, ચેક રિપબ્લિક, નેધરલેન્ડ, મેક્સિકો વગેરેએ ચીનથી આવેલો માલ સ્વિકાર્યો જ નહોતો કર્યો.

coronavirus covid19 international news china tanzania