ચીનના લેખક મો યાનને સાહિત્યનું નોબેલ પ્રાઇઝ

12 October, 2012 05:46 AM IST  | 

ચીનના લેખક મો યાનને સાહિત્યનું નોબેલ પ્રાઇઝ

ગઈ કાલે નોબેલ પ્રાઇઝ કમિટીએ તેમના નામની જાહેરાત કરી હતી. સાહિત્ય માટેના નોબેલ પ્રાઇઝ માટે પહેલી વાર કોઈ ચાઇનીઝની પસંદગી કરવામાં આવી છે. અગાઉ ૨૦૦૦માં ગાઓ શિંગજીએન નામના ચાઇનીઝ પણ લિટરેચર માટેનું નોબેલ પ્રાઇઝ જીત્યા હતા, પણ તેઓ ફ્રાન્સના નાગરિક હતા. તેમનું અસલી નામ બૉર્ન ગ્વાન મોએ છે, પણ તેઓ મો યાનને નામે લખે છે જેનો ચાઇનીઝ ભાષામાં અર્થ થાય છે ‘ચૂપ રહો.’ મો યાને કાલ્પનિક વાસ્તવિકતાઓનું પરીકથા, ઇતિહાસ તથા સમસામયિક ઘટનાઓ સાથે મિશ્રણ કરીને સાહિત્યસર્જન કર્યું છે. અત્યંત ગરીબીમાં ઊછરેલા યાને ચીનના સમાજ, ભ્રષ્ટાચાર, ગ્રામીણ જીવન તથા એક બાળકની સરકારી નીતિ વિશે વારંવાર લખ્યું છે. તેમનાં ‘રિપબ્લિક ઑફ વાઇન’, ‘બિગ બ્રેસ્ટ ઍન્ડ વાઇડ હિપ્સ’ (જે ઘણું વિવાદાસ્પદ હતું) નામનાં પુસ્તકો જાણીતાં છે.