રડારમાં પકડાય નહીં એવા આત્મઘાતી ડ્રૉન ખરીદશે ચીન

08 September, 2021 11:55 AM IST  |  Beejing | Agency

ધ નૅશનલ ઇન્ટરેસ્ટના નિષ્ણાત માઇકલ પેકના કહેવા પ્રમાણે કેવા પ્રકારના ડ્રૉનની જરૂરિયાત છે એ વિશે પણ એમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. 

પ્રતીકાત્મક તસવીર

ચીનની સરકારે ચીની લશ્કરની વેબસાઇટમાં જાહેરાત કરીને સ્થાનિક કંપનીઓ પાસેથી ખાસ પ્રકારના ડ્રૉનની ડિઝાઇન મગાવી છે. ધ નૅશનલ ઇન્ટરેસ્ટના નિષ્ણાત માઇકલ પેકના કહેવા પ્રમાણે કેવા પ્રકારના ડ્રૉનની જરૂરિયાત છે એ વિશે પણ એમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. 
આત્મઘાતી ડ્રૉન્સ ૨૧મી સદીમાં સૌથી વિનાશક સાબિત થશે. એના લાંબા ગાળાના ઉપયોગને ધ્યાનમાં રાખીને ચીને અત્યારથી જ આત્મઘાતી આધુનિક હથિયારોથી સજ્જ થઈ શકે એવા માત્ર ૧૦થી ૨૦ કિલો વજન ધરાવતા તેમ જ ૧૫૦ કિલોમીટર પ્રતિકલાક કરતાં વધુ ઝડપવાળા ડ્રૉન ખરીદવા પર આપ્યું છે. આવા ડ્રોન રડારમાં પકડાયા વગર વિરોધી સૈન્યનાં મથકો પર બૉમ્બવર્ષા કરી શકે છે. એ ડ્રૉન જો તૂટી પડે તો પણ વિસ્ફોટ થાય એટલે એને તોડવાનું કામ પણ જોખમી હોય છે.

international news china