કોરોનાના ભયાનકતાની ચીનને જાણ હતી પણ ઢાંકપિ​છોડો કર્યો

12 July, 2020 12:30 PM IST  |  Mumbai Desk | Agencies

કોરોનાના ભયાનકતાની ચીનને જાણ હતી પણ ઢાંકપિ​છોડો કર્યો

કોરોનાવાયરસ

વર્ષ ૨૦૨૦ના પ્રારંભમાં કોવિડ-19નો પ્રસાર સમગ્ર વિશ્વમાં ફેલાયો છે અને લગભગ ૧.૨ કરોડ લોકો તેનાથી સંક્રમિત થયા છે, તેવામાં હોંગકોંગની એક વૈજ્ઞાનિકે દાવો કર્યો હતો કે આ જીવલેણ વાઇરસ વિશે ચીને જાહેર કર્યું તેના ઘણા લાંબા સમય પહેલાંથી તે રોગની ભયાનકતા વિશે માહિતગાર હતું. હોંગકોંગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના વાયરોલોજી અને ઇમ્યુનોલોજીના વિશેષજ્ઞ લી-મેંગ યેને એક વિશેષ મુલાકાતમાં જમાવ્યું હતું કે ૨૦૨૦ ના શરૂઆતના દિવસોમાં જ્યારે વાઇરસ ફેલાવા લાગ્યો ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) સંદર્ભ પ્રયોગશાળા તરીકેની સ્થિતિને ધ્યાનમાં રાખીને ચીને ઈન્ફલ્યુએન્ઝા વાઇરસ અને રોગચાળો માટે ખાસ કરીને વિશ્વને કહેવાની ફરજ પડી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ક્ષેત્રના નિષ્ણાત મનાતા તેમના કેટલાક સુપરવાઇઝર્સે પણ મહામારીમાંથી લોકોને બચાવવા માટે કરેલા તેમના રિસર્ચને નજરઅંદાજ કર્યો હતો. કોવિડ-19 વિશે સૌ પ્રથમ અભ્યાસ કરનારા કેટલાક વૈજ્ઞાનિકોમાં તેમનો પણ સમાવેશ થતો હોવાનો દાવો કરતાં તેઓએ કહ્યું હતું કે મારા સુપરવાઇઝર્સે ડિસેમ્બર, ૨૦૧૯ના અંતમાં મને ચીનના કેસમાંથી બહાર આવીને કથિત રીતે SARS જેવા કેસનો અભ્યાસ કરવા કહ્યું હતું. ચીનની સરકારે હોંગકોંગ સહિત તમામ વિદેશી નિષ્ણાતોને રિસર્ચ કરવાની મનાઈ કરી હતી.

international news coronavirus covid19 china