સ્પેસ રિસર્ચ માટે ચીન 2050સુધી પૃથ્વી-ચંદ્રની વચ્ચે ઇકૉનૉમિક ઝોન બનાવશે

12 November, 2019 02:15 PM IST  |  Beijing

સ્પેસ રિસર્ચ માટે ચીન 2050સુધી પૃથ્વી-ચંદ્રની વચ્ચે ઇકૉનૉમિક ઝોન બનાવશે

અંતરીક્ષ (PC : Spacenews.com)

(જી.એન.એસ.) ચીનની આર્થિક મહત્ત્વાકાંક્ષાઓ માટે પૃથ્વી હવે ખૂબ જ નાની છે. તે અંતરિક્ષમાં ઇકૉનૉમિક ઝોન વિકસિત કરવા પર વિચાર કરી રહ્યું છે જે ચંદ્રમા અને પૃથ્વીની વચ્ચે હશે. ચીનના ઍરોસ્પેસ સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી કૉર્પોરેશનના પ્રમુખ બાઓ વીમિને આ માહિતી આપી છે. રાજ્યના સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી ન્યુઝ પેપરે ઇન્ડસ્ટ્રીના ઍનૅલિસ્ટના હવાલાથી જણાવ્યું કે ચીન આ પ્રોજેક્ટ પર લગભગ ૧૦ ટ્રિલ્યન ડૉલર (705 લાખ કરોડ રૂપિયા) ખર્ચ કરશે.

બાઓ વામિને જણાવ્યું કે ચંદ્રમા અને પૃથ્વીની વચ્ચે આ ક્ષેત્રમાં મોટી આર્થિક ક્ષમતા છે. ચીને આપણી પૃથ્વી અને એના ઉપગ્રહની વચ્ચે ઓછા ખર્ચમાં અને ભરોસામંદ ઍરોસ્પેસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમને વિકાસ કરવા પર ધ્યાન આપવું જોઈએ.

ચીન બેઝિક ટેકનોલોજી પર 2030 સુધી કામ પુરૂ કરશે
રિપોર્ટ મુજબ, આ પ્રોજેક્ટ માટે બેઝિક ટેક્નૉલૉજી પર 2030 સુધીમાં કામ પૂરું થઈ જશે, જ્યારે પ્રમુખ ટ્રાન્સપોર્ટ ટેક્નૉલૉજી 2040 સુધી બનવાની શક્યતા છે. અધિકારીઓએ જણાવ્યું કે 2050 સુધીમાં ચીન સ્પેસ ઇકૉનૉમિક ઝોનને સફળતાપૂર્વક સ્થાપિત કરી શકે છે. ચીન તાજેતરનાં વર્ષોમાં ઝડપથી અંતરિક્ષના ક્ષેત્રમાં વિકાસ કરી રહ્યું છે. ચંદ્રમાનો પણ મોટાપાયે અભ્યાસ કરી રહ્યું છે. જુલાઈમાં ખાનગી કંપની આઇ-સ્પેસે આર્બિટલ મિશન માટે પ્રથમ કરિયર રૅકેટને સફળતાપૂર્વક પરિક્ષણ કરાવ્યું. તેને બીજિંગ ઇન્ટરસ્ટેલર ગ્લોરી સ્પેસ ટેક્નૉલૉજી પણ કહેવામાં આવે છે.

world news china international space station