છેક ૧૨,૦૦૦ કિલોમીટર દૂર સુધી ત્રાટકી શકે એવું બૅલેસ્ટિક મિસાઇલ બનાવ્યું ચીને

21 December, 2014 05:53 AM IST  | 

છેક ૧૨,૦૦૦ કિલોમીટર દૂર સુધી ત્રાટકી શકે એવું બૅલેસ્ટિક મિસાઇલ બનાવ્યું ચીને



ચીને ૧૨,૦૦૦ કિલોમીટરની રેન્જમાં ત્રાટકવાની ક્ષમતા ધરાવતા ન્યુક્લિયર કૅપેબલ ઇન્ટરકૉન્ટિનેન્ટલ બૅલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ આ મિસાઇલનું મલ્ટિપલ અને ઇન્ડિપેન્ડન્ટ્લી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વેહિકલ્સ સાથેનું સંપૂર્ણ પરીક્ષણ ૧૩ ડિસેમ્બરે કર્યું હતું. આખા અમેરિકાનો ભુક્કો બોલાવી દેવા સમર્થ આ મિસાઇલ પોતાની સાથે ૧૦ વૉરહેડ્સ પણ લઈ જઈ શકે છે. આ દસ વૉરહેડ્સ રૉકેટની ફ્લાઇટના અંતિમ તબક્કામાં એનાથી અલગ થઈ જઈને નક્કી કરવામાં આવેલાં શહેરોને નિશાન બનાવી શકે છે. જોકે ચીનના લશ્કરે આ પરીક્ષણ કે વૉરહેડ્સની સંખ્યા વિશે કોઈ સ્પષ્ટતા નથી કરી.

ચીનના હાલના અણુશસ્ત્ર ભંડારમાં અંદાજે ૨૪૦ બહુ મોટાં વૉરહેડ્સનો સમાવેશ થાય છે. ચીન નવાં મલ્ટિપલ વૉરહેડ મિસાઇલ્સ ડિપ્લૉય કરવાનું છે એટલે આ સંખ્યામાં વધારો થવાની આશા છે. અમેરિકાએ ડિપ્લૉય કરેલા અણુશસ્ત્ર ભંડારમાં ૧૬૪૨ વૉરહેડ્સનો સમાવેશ છે.