ચીને અંતરિક્ષમાં કર્યું મહાવિનાશક મિસાઇલનું પરીક્ષણ, ડિફેન્સ સિસ્ટમ થશે બેકાર

17 October, 2021 12:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ચીને આ પરીક્ષણ ગયા ઑગસ્ટ મહિનામાં કર્યું છે. ચીને પહેલા એક પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ મિસાઇને અંતરિક્ષી નીચલી કક્ષામાં મોકલી.

પ્રતીકાત્મક તસવીર

વિશ્વ પર હકુમત કરવાની તમન્ના ધરાવનારા ચીની ડ્રેગને અંતરિક્ષમાંથી હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ચીને આ પરીક્ષણ ગયા ઑગસ્ટ મહિનામાં કર્યું છે. ચીને પહેલા એક પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ મિસાઇને અંતરિક્ષી નીચલી કક્ષામાં મોકલી. આ મિસાઇલે પહેલા ધરતીની પરિક્રમા કરી અને પછી પોતાના લક્ષ્ય પર હાઇપરસોનિક સ્પીડથી કાળ તરફ દોડી. ચીનની જેમ જ અંતરિક્ષમાંથી મિસાઇલ મોકલવાની ક્ષમતા હાલ કોઈપણ દેશ પાસે નથી.

બ્રિટિશ અખબાર ફાઇનાન્શિય ટાઇમ્સના રિપૉર્ટ પ્રમાણે ચીની મિસાઇલનું પરીક્ષણ સંપૂર્ણ રીતે સફળ નથી રહ્યું અને આ પોતાના લક્ષ્યથી માત્ર 32 કિમીના અંતરે પડી. અખબારે અનેક સીક્રેટ સૂત્રોના હવાલે જણાવ્યું છે કે ચીને પોતાના હાઇપરસોનિક ગ્લાઇડ વીકલને લૉન્ગ માર્ચ રૉકેટથી મોકલ્યો હતો. પોતાના પરીક્ષણની ઘણીવાર જાહેરાત કરે છે પણ ઑગસ્ટમાં થયેલા પરીક્ષણની તેણે જાહેરાત કરી નહીં અને આને ખૂબ જ ગોપનીય રાખ્યો.

ચીનના પરીક્ષણથી અમેરિકન સીક્રેટ એજન્સીને અચંબામાં
સમાચારમાં કહેવામાં આવ્યું છે કે ચીનના હાઇપરસોનિક મિસાઇલના આ પરીક્ષણથી અમેરિકન સીક્રેટ એજન્સી પણ અચંબામાં છે. આ મામલે અમેરિકન રક્ષા મંત્રાલય પ્રવક્તા જૉન કિર્બીએ કહ્યું કે તે આ ખાસ રિપૉર્ટ પર કોઈ ટિપ્પણી નહીં કરે. કિર્બીએ એટલું કહ્યું કે અમે ચિનની સૈન્ય ક્ષમતાઓ અંગે સતત ચિંતા વ્યક્ત કરી છે જેથી ક્ષેત્રમાં અને વિશ્વના અન્ય ભાગમાં ફક્ત ચિંતા વધશે. આ કારણે અમે ચીનને પોતાની માટે નંબર એકનો પડકાર માનીએ છીએ.

ચીન સિવાય અમેરિકા, રશિયા અને 5 અન્ય દેશ હાઇપરસોનિક મિસાઇલો પર કામ કરી રહ્યા છે. હાઇપરસોનિક મિસાઇલોના મામલે હાલ રશિયા વિશ્વમાં સૌથી આગળ છે. હાઇપરસોનિક મિસાઇલો અન્ય મિસાઇલોની જેમ જ પરમાણુ બૉમ્બ લઈ જઈ શકે છે. જો કે, તેમની સ્પીડ સાઉન્ડની ગતિ કરતા પાંચ ગણી વધારે હોય છે. સામાન્ય મિસાઇલ બેલસ્ટિક ટ્રેજેક્ટરી ફૉલો કરે છે. આનો અર્થ છે કે તેમના રસ્તાને સરળતાથી ટ્રેક કરી શકાય છે.

જાણો કેમ અભેદ્ય છે હાઇપરસોનિક મિસાઇલો
આથી દુશ્મનને તૈયારી અને કાઉન્ટર અટેકની તક મળે છે જ્યારે હાઇપરસોનિક વેપન સિસ્ટમ કોઈ ચોક્કસ રસ્તા પર નથી ચાલતી. આ કારણે દુશ્મનને ક્યારેય અંદાજ નતી આવતો કે તેનો માર્ગ કયો છે. સ્પીડ એટલી ઝડપી હોય છે કે ટારગેટને પણ ખબર નહીં પડે. એટલે ઍર ડિફેન્સ સિસ્ટમ આની સામે પરાજિત થાય. અમેરિકાએ તાજેરતમાં જ પોતાના અલાસ્કા રાજ્યમાં અરબો ડૉલર ખર્ચ કરીને મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ લગાડી છે પણ ચીની અંતરિક્ષ મિસાઇલ આવ્યા પછી હવે આ ઍર ડિફેન્સ સિસ્ટમ પણ બેકાર થઈ જશે.

રશિયાના અત્યાધુનિક S-500 એર ડિફેન્સ સિસ્ટમ સિવાય કોઇપણ દેશ પાસે આઇપરસોનિક મિસાઇલને અટકાવવાની ક્ષમતા નથી. રશિયા અને ચીન સામે ટક્કર માટે અમેરિકા પણ આ બ્રહ્માસ્ત્રનું નિર્માણ કરી રહ્યું છે. અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકા હાલ અવિશ્વસનીય મિલિટ્રી ઇક્વિપમેન્ટ બનાવી રહ્યું છે. તેમણે આને સુપર-ડુપર મિસાઇલ નામ આપ્યું. ટ્રમ્પે એ પણ કહ્યું કે આપણી પાસે હાલ જે મિસાઇલો છે આ તેના કરતા 17 ગણી વધારે ઝડપી છે.

`આધુનિક બ્રહ્માસ્ત્ર` ફેલાવી શકે છે વધારે તબાહી
હાઇપરસોનિક મિસાઇલની ખાસિયત એ છે કે આ પરંપરાગત બૉમ્બને પણ અન્ય મિસાઇલની તુલનામાં વધારે ઝડપી અને ચોકસાઇથી પોતાના લક્ષ્ય પર પાડી શકે છે. હાઇપરસોનિક મિસાઇલો પરમાણુ બૉમ્બ ફેંકવામાં પણ સક્ષમ છે જેથી  વિશ્વમાં પરમાણુ યુદ્ધ શરૂ થવાનું જોખમ ઊભું થઈ જશે. હાઇપરસોનિક મિસાઇલોનું જોખમ હવે વિશ્વની સામે ઊભું છે. રશિયા, ચીન, અમેરિકા અને હવે ઉત્તર કોરિયાએ હાઇપરસોનિક મિસાઇલોનું પરીક્ષણ કર્યું છે.

international news china world news united states of america