ક્યારે લૉન્ચ થશે કોરોનાની ચાઈનીઝ વેક્સિન?

07 September, 2020 08:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ક્યારે લૉન્ચ થશે કોરોનાની ચાઈનીઝ વેક્સિન?

કોરોનાવાયરસનું કેન્દ્ર બિંદુ ગણાતા ચીને કોવિડ-19ની પહેલી વેક્સિન વિશ્વ સમક્ષ રજૂ કરી છે. આ વેક્સિનને ચીનની સિનોવેક બાયોટેક અને સિનોફાર્મે સંયુક્તપણે બનાવી છે.

આ વેક્સિનને હાલ બજારમાં મૂકાશે નહીં. રિપોર્ટ મુજબ વેક્સિનના ત્રણ તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ હજી ચાલુ છે. આ વેક્સિનના દરેક તબક્કાનું ટેસ્ટિંગ સફળતાપૂર્વક પુરુ થયા બાદ બજારમાં તેને લાવવામાં આવશે. એવી અપેક્ષા છે કે આ વર્ષના અંત સુધીમાં વેક્સિન બજારમાં વેચાશે.

આ વેક્સિન માટે સિનોવેક કંપનીના અધિકારીએ કહ્યું કે, કંપનીએ પહેલાથી જ એક ફેક્ટરી તૈયાર કરી છે. ફેક્ટરીમાં વાર્ષિક 30 કરોડ ડોઝ બનાવવામાં આવશે. સોમવારે ચીને વેક્સિનને પેઈચિંગ ટ્રેડ ફૅરમાં ડિસ્પ્લે કરી હતી, જેને જોવા માટે ભીડ જામી હતી.

આ ચાઈનીઝ વેક્સિનની ગણતરી કરતા વિશ્વમાં કુલ 10 વેક્સિન ક્લિનિકલ ટ્રાયલના છેલ્લા તબક્કામાં છે. કોરોના મહામારીએ આ વિશ્વનું ચિત્ર બદલી દીધું છે. દરેક દેશનું અર્થતંત્ર ખાડે ગયું છે.

ચીને એક મહિના પહેલા જ પોતાના દેશના નાગરિકોને આ વેક્સિન આપી હતી. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે શનિવારે ખુલાસો કર્યો કે 22 જુલાઈથી જ દેશના નાગરિકોને વેક્સિનનો ડોઝ આપી રહ્યા છે. જોકે આયોગે સ્પષ્ટ પણ કર્યું કે, અંતિમ તબક્કાની ચાર વેક્સિન કયા લોકોને આપવામાં આવી છે, તેમ જ એ લોકો ઉપર કોઈ આડ અસર પણ પડી નથી.

china covid19 coronavirus