ચીની સમુદ્રમાં પરમાણુ પરીક્ષણની તૈયારીમાં ! અમેરિકાની વિશેષ નજર

05 May, 2019 04:22 PM IST  | 

ચીની સમુદ્રમાં પરમાણુ પરીક્ષણની તૈયારીમાં ! અમેરિકાની વિશેષ નજર

ચીની સમુદ્રમાં પરમાણુ પરીક્ષણની તૈયારીમાં

પાણીની અંદરથી પરમાણુ હુમલો કરવા માટે પોતાને સક્ષમ બનાવવા ચીન છૂપી રીતે તૈયારીઓ કરી રહ્યું છે. આવનારા દિવસોમાં ચીન પાણીની અંદરથી જ પરમાણુ હુમલો કરનારી મિસાઈલોનું પરીક્ષણ કરી શકે છે. ચીન પહેલાથી જમીન પરથી પરમાણુ મારક ક્ષમતા ધરાવે છે અને હવે પાણીની અંદરથી પણ પરમાણુ હુમલો કરવામાં સક્ષમ બનવા પ્રયત્ન કરી રહ્યું છે. આ માહિતી અમેરિકાના ઉપગ્રહોથી મળતા ફોટોથી જાહેર થયું છે.

મળતી માહિતી અનુસાર ચીન બીજા વિકલ્પો દ્વારા પરમાણું હથિયારો વાપરવા માટે પ્રયોગ કરી રહ્યું છે. જમીનથી બેલેસ્ટીક મિસાઈલ દ્વારા પરમાણું હુમલો કરવા સાથે ચીન સબમરિન પર રહેલી બેલેસ્ટીક મિસાઈલોથી પરમાણુ હુમલો કરવામાં સક્ષમ બનવા માંગે છે જેની માટે તે નજીકના સમયમાં પાણીની અંદરથી પરમાણુ પરીક્ષણ કરી શકે છે.

આ પણ વાંચો:આખરે સાચી થઈ શકે નોર્થ કોરિયાને લઈને અમેરિકાની આશંકા

ઉપગ્રહોથી મળતા ફોટામાં જાણવા મળ્યું છે કે દક્ષિણી ચીનમાં સૈન્યના અડ્ડાઓ પર તૈયારીઓ ચાલી રહી છે. અહી રહેલા ગોડાઉનોમાં બેલેસ્ટીક મિસાઈલો નજીકના સમુદ્ર તટ પર પહોંચવામાં આવી રહી છે. ચીન પાણીની અંદરથી પરમાણુ હુમલાની ક્ષમતા વિકાસ કરી અમેરિકા અને રશિયાની બરાબરી કરવા માગે છે.