ચીને આખી દુનિયામાં ગેરકાયદે પોલીસ સ્ટેશન શરૂ કર્યાં

29 September, 2022 08:34 AM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

ચીન આ ગેરકાયદે પોલીસ સ્ટેશનોને વોકેશનલ સ્કિલ્સ ટ્રેઇનિંગ સેન્ટર્સ ગણાવે છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

ગ્લોબલ સુપરપાવર બનવાની કોશિશમાં ચાઇનીઝ સરકારે કૅનેડા અને આયરલૅન્ડ જેવા વિકસિત દેશો સહિત સમગ્ર વિશ્વમાં અનેક ગેરકાયદે પોલીસ સ્ટેશન્સ શરૂ કર્યાં છે, જેનાથી માનવાધિકારોના હિમાયત કરનારાઓમાં ચિંતા ફેલાઈ છે.

ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ રિપોર્ટિકાએ સ્થાનિક મીડિયાને ટાંકીને જણાવ્યું હતું કે ‘ચીનના દુશ્મનોનો પ્રતિકાર કરવા માટે સમગ્ર કૅનેડામાં પબ્લિક સિક્યૉરિટી બ્યુરોને સંલગ્ન આવા ગેરકાયદે પોલીસ સ્ટેશન્સ ઊભાં કરવામાં આવ્યાં છે. આવાં ઓછામાં ઓછાં ત્રણ પોલીસ સ્ટેશન્સ ગ્રેટર ટૉરોન્ટો એરિયામાં જ છે.’

એટલું જ નહીં, આ ગેરકાયદે પોલીસ સ્ટેશન્સ મારફત ચોક્કસ દેશોમાં ચાઇનીઝ સરકાર ચૂંટણીઓ પર પ્રભાવ પાડવાની પણ કોશિશ કરી રહી છે. ચીનના શહેર ફુઝોઉની પોલીસે જણાવ્યું છે કે એણે ૨૧ દેશોમાં આવાં ૩૦ સ્ટેશન શરૂ કર્યાં છે.  

ફ્રાન્સ, સ્પેન, જર્મની અને યુકે જેવા દેશોમાં ચાઇનીઝ પોલીસ સ્ટેશનો માટે આવી વ્યવસ્થા છે. આ દેશો વાસ્તવમાં ચીનની ખોટી વેપાર નીતિઓ અને ચીનમાં માનવાધિકારના ભંગ સામે સવાલો ઉઠાવતા રહ્યા છે.

ચીન આવાં ગેરકાયદે પોલીસ સ્ટેશનોને વોકેશનલ સ્કિલ્સ ટ્રેઇનિંગ સેન્ટર્સ ગણાવે છે કે જે ઉગ્રવાદનો સામનો કરવા અને જીવનધોરણમાં સુધારો લાવવા માટે જરૂરી હોવાની દલીલ કરે છે.

international news china