ચીને વધુ એક વખત આતંકવાદને સાથ આપ્યો

18 June, 2022 12:27 PM IST  |  New Delhi | Agency

આ કંઈ પહેલી વખત બન્યું નથી. હંમેશાં પાકિસ્તાનને સાથ આપનાર ચીને આ પહેલાં પણ આતંકવાદીઓની વિરુદ્ધના પ્રસ્તાવને અટકાવ્યા છે.  

પ્રતીકાત્મક તસવીર

ચીને વધુ એક વખત ભારત વિરોધી વલણ અપનાવ્યું છે. એણે પાકિસ્તાનમાં રહેતા અને લશ્કર-એ-તય્યબાના ટોચના આતંકવાદી અબ્દુલ રહમાન મક્કીને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવા માટેના ભારત અને અમેરિકાના સંયુક્ત પ્રસ્તાવને પોતાના વિટોથી અટકાવ્યો હતો. મક્કી લશ્કર-એ-તય્યબાના વડા અને મુંબઈમાં ૨૬/૧૧ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદનો સંબંધી છે. 
વાસ્તવમાં ભારત અને અમેરિકાએ મક્કીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ૧૨૬૭ આઇએસઆઇએલ અને અલ-કાયદા પ્રતિબંધ સમિતિ હેઠળ ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવા માટે એક સંયુક્ત પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જોકે ભારત વિરુદ્ધ કાવતરાં રચનાર ચીન છેલ્લી ઘડીએ એને રોકવામાં સફળ રહ્યું હતું. જોકે આ કંઈ પહેલી વખત બન્યું નથી. હંમેશાં પાકિસ્તાનને સાથ આપનાર ચીને આ પહેલાં પણ આતંકવાદીઓની વિરુદ્ધના પ્રસ્તાવને અટકાવ્યા છે.  

international news china national news