ચીનની ટ્રેન કાપશે ૮ કલાકમાં ૨૨૯૮ કિલોમીટરનું અંતર

27 December, 2012 04:20 AM IST  | 

ચીનની ટ્રેન કાપશે ૮ કલાકમાં ૨૨૯૮ કિલોમીટરનું અંતર


આ બુલેટ ટ્રેન માત્ર આઠ કલાકમાં ૨૨૯૮ કિલોમીટરનું અંતર કાપશે. અગાઉ આ પ્રવાસ માટે ૨૨ કલાક જેટલો સમય લાગતો હતો. ચીનના અધિકારીઓને દાવો છે કે ટેક્નૉલૉજીની દૃષ્ટિએ પણ આ રેલ નેટવર્ક દુનિયામાં સૌથી આધુનિક છે.

૨૨૯૮ કિલોમીટરના રૂટ પર કુલ ૩૫ સ્ટેશનો આવે છે, જેમાં કેટલાંક મોટાં શહેરો પણ સામેલ છે. ચીને ગઈ કાલે કમ્યુનિસ્ટ પાર્ટીના પીઢ નેતા માઓત્સે તુંગની જન્મજયંતી નિમિત્તે આ રેલ નેટવર્કનો સત્તાવાર પ્રારંભ કર્યો હતો. આ સાથે ચીનમાં હાઇ-સ્પીડ બુલેટ ટ્રેનોનું નેટવર્ક વધીને ૯૩૦૦ કિલોમીટરનું થઈ ગયું છે. કાલે શરૂ કરાયેલા સૌથી લાંબા રેલ નેટવર્ક પર એકસાથે ૧૫૫ ટ્રેનોની જોડી દોડશે. ગયા વર્ષે ચીને બીજિંગ અને શાંઘાઈ વચ્ચેના ૧૩૦૦ કિલોમીટર રૂટ પર પણ બુલેટ ટ્રેન શરૂ કરી હતી, જે માત્ર પાંચ કલાકમાં આટલું અંતર કાપે છે. બુલેટ ટ્રેનોના નેટવર્કમાં વધારો થતાં ચીનની ઍરલાઇન્સોને ભારે ખોટ થઈ રહી છે. ઘણી ઍરલાઇન્સોએ ટ્રેન કરતાં અડધા ભાવે ટિકિટો ઑફર કરવાનું ચાલુ કર્યું છે.