ચીન પર પડ્યો મોંઘવારીનો માર, આઠ વર્ષના સૌથી ઊંચા સ્તરે પહોંચ્યો ફુગાવો

11 November, 2019 01:08 PM IST  |  China

ચીન પર પડ્યો મોંઘવારીનો માર, આઠ વર્ષના સૌથી ઊંચા સ્તરે પહોંચ્યો ફુગાવો

ચીનમાં ફુગાવો ઉચ્ચ સ્તરે

ચીનમાં ફુગાવાનો દર ગત આઠ વર્ષના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયો છે. ચીનના કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ (સીપીઆઈ)માં ઑક્ટોબરમાં સૌથી ઝડપી વૃદ્ધિ થઈ છે. રિટેલ ફુગાવાના મુખ્ય સ્રોત તરીકે સીપીઆઇ અગાઉના મહિનામાં ૩.૮ માપવામાં આવી હતી. જે દર્શાવે છે કે ચીનમાં બધું સામાન્ય નથી. ચીનની સરકાર એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે ફુગાવાના કારણે દેશમાં અસંતોષ ફેલાય નહીં. ચીનના નૅશનલ સ્ટેટિસ્ટિક્સ બ્યુરોના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરમાં ફુગાવાનો દર ત્રણ ટકા હતો, જે ઑક્ટોબરમાં ૩.૮ ઉપર પહોંચ્યો હતો, જે ૨૦૧૨ બાદ સૌથી વધુ જોવા મળ્યો છે. અગાઉ ચીન સરકારને પણ આશંકા હતી કે ફુગાવો વધી શકે છે. તેમણે આગાહી કરી હતી કે ઑક્ટોબરમાં દર ૩.૪ ટકાથી વધુએ પહોંચી શકે છે.
ડુક્કરના ભાવમાં અચાનક ઉછાળાને કારણે ચીનના ફુગાવામાં આટલો મોટો વધારો જોવા મળ્યો છે. સત્તાવાર આંકડા મુજબ આફ્રિકન સ્વાઈન ફીવરને કારણે ડુક્કરના માંસના ભાવમાં ઘણો વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં ડુક્કરના માંસના ભાવ બમણાથી વધુ થઈ ગયા છે. ઉપરાંત ચીનમાં ડુક્કર બાદ સૌથી વધુ વપરાશમાં લેવાતું ચિકન, ડક, ઈંડાં સહિતની અન્ય માંસાહારી વસ્તુઓની કિંમતમાં પણ જબરદસ્ત ઉછાળો આવ્યો છે.
બીજિંગસ્થિત રિસર્ચ ફર્મનો દાવો છે કે ડુક્કરના ભાવમાં થયેલા વધારાને કારણે ૧૯૮૯માં થિયાનમેનનું પ્રદર્શન થયું હતું. ૧૯૮૯માં ચીનનો ફુગાવાનો દર ૧૮.૨૫ ટકા હતો. જેને ધ્યાનમાં રાખીને ચીન સરકાર ડુક્કરના ભાવને નિયંત્રણમાં રાખવા ઝડપી પગલાં લઈ રહી છે. સિન્હુઆ ન્યુઝ એજન્સીના અહેવાલ મુજબ ડુક્કરનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે ચીની સરકારે અનેક પગલાં લીધાં છે. જોકે ચીનમાં ફુગાવાના આ મોટા ઉછાળા પાછળનું એક કારણ અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલું વેપારયુદ્ધ હોઈ શકે છે. ખાંડ ઔદ્યોગિક ક્ષેત્રના ઉત્પાદક ભાવ સૂચકાંકમાં પણ ઑક્ટોબરમાં ૧.૬ ટકાનો ઘટાડો થયો છે, જોકે સપ્ટેમ્બરમાં તેમાં ૧.૨ ટકાનો ઘટાડો પણ જોવા મળ્યો હતો, જે ઑગસ્ટ ૨૦૧૬ પછીનો સૌથી મોટો ઘટાડો છે, જેનો અંદાજ ૧.૫ ટકા જેટલો હતો.

china xi jinping