ચીન યુદ્ધના નામે ભૂખમરો છુપાવી રહ્યું છે

01 September, 2020 06:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ચીન યુદ્ધના નામે ભૂખમરો છુપાવી રહ્યું છે

પ્રતીકાત્મક તસવીર

ચીન સીમા ઉપર યુદ્ધનો માહોલ બનાવીને પોતાના દેશનો ભૂખમરો છુપાવી રહ્યું છે. લદ્દાખના પૈંગોગ વિસ્તારમાં ભારત સાથે અથડામણ કરતું ચીન પોતાના દેશમાં ક્લીન યોર પ્લેટ અભિયાન ચલાવી રહ્યું છે.

ભૂખમરોથી પિડાતુ ચીન ભારત સામે અથડામણ કરીને ઉગ્ર રાષ્ટ્રવાદનો ટેકો લેવાનો પ્રયત્ન કરી રહ્યું છે. સાઉથ ચાઈના સીમાં એપ્રિલથી ઑગસ્ટ સુધીમાં ચીને પાંચ વખત લાઈવ ફાયર ડ્રીલ કર્યું છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીનો પ્લાન એ છે કે નાગરિકોનું ધ્યાન ગરીબી અને ભુખમરાથી હટીને દેશભક્તિ અને રાષ્ટ્રવાદ ઉપર કેન્દ્રિત થાય.

ચીને આ વલણ પહેલી વખત નથી અપનાવ્યું. 1962માં પણ જ્યારે ચીનમાં ભયંકર દુકાળ પડ્યો ત્યારે ચીનના સર્વોચ્ચ નેતા માઓત્સે તુંગે ભારત સાથે યુદ્ધ છેડ્યું હતું. તે વખતે ચીનમાં ભૂખમરીથી હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. પરિણામે તત્કાલીન ચીની શાસન વિરુદ્ધ ગ્રેટ લીપ ફૉરવર્ડ મુવમેન્ટ પણ ચાલી હતી.

અત્યારના સમયમાં કોરોના વાયરસને લીધે ચીનમાં અનાજના અછતની સમસ્યા ઉભી થઈ છે. ગ્લોબલ ટાઈમ્સનું કહેવું છે કે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ખાદ્ય સુરક્ષાને વધારવા માટે 2013ની ક્લિન યોર પ્લેટ અભિયાનને ફરી લૉન્ચ કરી છે. પશ્ચિમી મીડિયાનું પણ માનવું છે કે ચીનનું પ્રશાસન આ યોજના અંતર્ગત દેશમાં નિર્માણ થયેલી ખાદ્ય સંકટને છુપાવી રહ્યું છે.

ચીનમાં તીડનો સૌથી મોટો હૂમલો થયો છે, જેથી દેશના દક્ષિણ ભાગમાં ઉભા પાકને નુકસાન થયું છે. તીડના હૂમલા સામે રક્ષણ મેળવવા માટે ચીનની સેનાની પણ મદદ લેવાઈ હોવાનું કહેવાય છે. બીજી બાજુ એક ભીષણ આગને લીધે ચીનમાં હજારો એકરમાં ઉગેલા પાક નાશ પામ્યા છે. જે વિસ્તારમાં ખેતી વધુ થાય છે ત્યાં જ પૂર પણ આવ્યા છે.

ચીને જાહેર કરેલા આંકડા મુજબ, જાન્યુઆરીથી જુલાઈમાં ચીને અનાજની આયાત 22.7 ટકા વધારી છે. આમાં ઘઉંની આયાત 197 ટકા વધારી છે. મકાઈની આયાત પણ 23 ટકા વધારી છે.

international news china ladakh