પતિએ કદરૂપી હોવા બદલ પત્ની સામે કેસ કર્યો ને જીતી પણ ગયો

06 November, 2012 06:01 AM IST  | 

પતિએ કદરૂપી હોવા બદલ પત્ની સામે કેસ કર્યો ને જીતી પણ ગયો


વાત એમ હતી કે ફેન્ગની પત્ની આમ તો અત્યંત સુંદર હતી, પણ જ્યારે તેણે દીકરીને જન્મ આપ્યો ત્યારે દીકરીનો કદરૂપો દેખાવ જોઈને તે ચોંકી ગયો હતો. આ વિશે જ્યારે તેણે વાત કરી ત્યારે પત્નીએ સ્વીકાર્યું હતું કે લગ્ન પહેલાં તે કદરૂપી હતી, પણ પછી પ્લાસ્ટિક સર્જરી દ્વારા સુંદર લુક મેળવ્યો હતો. આ હકીકત બહાર આવતાં ગુસ્સે થયેલા ફેન્ગે છેતરપિંડી કરવા બદલ પત્ની સામે કોર્ટમાં કેસ કરી દીધો હતો. ફેન્ગે કોર્ટને કહ્યું હતું કે મારી પત્નીએ પ્લાસ્ટિક સર્જરી કરાવીને મને છેતર્યો હતો. કોર્ટે આ હકીકત પતિને ન જણાવવા બદલ પત્નીને કસૂરવાર ઠેરવી તેને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.