ચીને ડોકલામ નજીક પરમાણુ બૉમ્બર, ક્રૂઝ મિસાઈલ સેટ કરી

24 September, 2020 03:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ચીને ડોકલામ નજીક પરમાણુ બૉમ્બર, ક્રૂઝ મિસાઈલ સેટ કરી

પ્રતીકાત્મક તસવીર

લદ્દાખમાં હજારો સૈનિકોને તૈનાત કરવાનું ચીન હવે ભારતના પૂર્વ ભાગમાં તણાવ ફેલાવવા માગે છે. ચીને ભૂતાનના ડોકલામ પાસે પોતાના એચ-6 પરમાણુ બોમ્બર અને ક્રૂઝ મિસાઈલ સેટ કરી છે. ચીનના ગોલમુડ એરબેઝમાં આ શસ્ત્રો તૈનાત કરવામાં આવ્યા છે. આ એરબેઝ ભારતની બોર્ડરથી ફક્ત 1150 કિલોમીટર દૂર છે.

આ પહેલા પણ ચીને અક્સાઈ ચીનના કાશગર એરબેઝમાં ઘાતક મિસાઈલ તૈનાત કર્યા હતા. ઓપન સોર્સ ઈન્ટલીજન્સ એનાલિસ્ટ Detresfaએ સેટેલાઈટથી ફોટા પણ લીધા હતા, આ ફોટોઝમાં બૉમ્બરની સાથે કેડી-63 લેન્ડ એટેક ક્રૂઝ મિસાઈલ પણ દેખાયા હતા. આ મિસાઈલની એટેકિંગ રેન્જ 200 કિલોમીટરની છે. તેમ જ શિયાન વાય-20 માલવાહક સૈન્ય વિમાન પણ જોવા મળ્યું હતું.

ચીનના એચ-6 બૉમ્બર લાંબા અંતરથી ટાર્ગેટનો ખાતમો કરી શકે છે. આ પ્લેન પરમાણુ એટેક કરવા પણ સક્ષમ છે. અગાઉના મોડેલમાં મિસાઈલની ક્ષમતા મર્યાદિત હતી પરંતુ હવે તેને અપગ્રેડ કરવામાં આવ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી ચીને ડોકલામમાં એક્ટિવિટી વધારી છે.

china international news