વાયરસ પછી હવે ચીનમાં ફેલાયો છે આ બેક્ટેરિયાનો કહેર

18 September, 2020 06:29 PM IST  |  Beijing | Gujarati Mid-day Online Correspondent

વાયરસ પછી હવે ચીનમાં ફેલાયો છે આ બેક્ટેરિયાનો કહેર

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય: એએફપી)

ચીનમાં ફેલાય કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં મહામારી ફેલાઈ ગઈ છે ત્યાં હવે બેક્ટેરિયાના કારણે પણ હજારો લોકો સંક્રમિત થઇ રહ્યા છે. વાયરસ બાદ હવે બેક્ટેરિયાનો કહેર ચીનમાં શરુ થયો છે. જેણે લોકોની ચિંતામા વધારો કર્યો છે.

ઉત્તર પૂર્વી ચીનમાં હજારો લોકો બેક્ટેરિયાના સંક્રમણથી પીડિત થઈ ગયા છે. અધિકારીઓ અનુસાર ગયા વર્ષે બાયોફાર્માસ્યુટિકલ કંપનીમાંથી લીક થવાનાં કારણે આ બીમારી ફેલાઈ રહી છે. ગાન્સુની રાજધાનીમાં અત્યાર સુધી 3,245 આ Brucellosis બીમારીની ચપેટમાં આવી ગયા છે.

CNNના અહેવાલ અનુસાર, આ બીમારી બૃસેલા નામના બેક્ટેરિયાના કારણે થાય છે. સામાન્ય રીતે તે પશુઓમાં જોવા મળે છે. આ એવા પશુઓમાં જોવા મળે છે જે કૃષિ સંબધિત કાર્યમાં ઉપયોગમાં આવે છે અને એવા પશુ જેમને ભોજન અથવા રેસા કાઢવા માટે પાળવામાં આવી રહ્યાં છે. સ્વાસ્થ્ય આયોગના અનુસાર, ગયા વર્ષે જુલાઈ અને ઓગસ્ટમાં એક બાયોલોજીકલ ફાર્માસ્યુટિકલ ફેક્ટરીમાં આ બીમારીની શરૂઆત થઇ હતી.  અત્યાર સુધી 11,000થી વધારે લોકો તેમાં સંક્રમિત થયા છે. આ બેક્ટેરિયાની બીમારી માટે અત્યાર સુધી 21,000 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને જે શહેરમાં બીમારી થઈ છે તેની વસ્તી 30 લાખની આસપાસ છે. આ બીમારીનું નામ માલ્ટા ફિવર છે. અને તેના લક્ષણોમાં તાવ, માથું દુખવું, સ્નાયુઓ દુખવા, નબળાઈ આવી છે. અને આ બીમારી ગંભીર રૂપ પણ લઈ શકે છે. જોકે અમેરિકાની ડિસીઝ એન્ડ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર આ બીમારીનું સંક્રમણ મનુષ્યોના સંપર્કમાં આવવાથી નથી થતું પણ સંક્રમિત ભોજન, પાણી અથવા શ્વાસના કારણે ફેલાય છે. જાનવરો માટે બૃસેલા રસી વિકસિત કરવાની પ્રક્રિયામાં એક્સ્પાયર સેનિટાઈઝરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

international news china