મહામારીની શરૂઆત અનેક દેશોમાં થઈ, પહેલાં જાણ અમે કરી : ચીન

23 July, 2021 10:20 AM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

વુહાનની લૅબમાં તપાસ માટે ફરી ઘસીને ના પાડી દીધી

પ્રતીકાત્મક તસવીર

કોરોના રોગચાળો મૂળ ક્યાંથી શરૂ થયો એની શોધખોળ અને ખાસ કરીને લૅબોરેટરી લીકેજની તપાસ માટે ફરી વુહાન લૅબોરેટરીની મુલાકાત માટે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનને પરવાનગી આપવાનો ચીનની સરકારે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. કોરોના રોગચાળો વુહાન શહેરમાં અને સમગ્ર વિશ્વમાં ફેલાયો એ પહેલાં વુહાનની ઉક્ત લૅબોરેટરીના કર્મચારીઓને કોવિડ-19નું ઇન્ફેક્શન લાગ્યું હોવાના અહેવાલોને ચીનની સરકારે રદિયો આપ્યો હતો. ચીનના નૅશનલ હેલ્થ કમિશનનો

અખત્યાર સંભાળતા નાયબ પ્રધાન ઝેન્ગ યિક્સિને જણાવ્યું હતું કે કોવિડ-19 રોગચાળાની ઊપજના મૂળ સ્રોતોને શોધવાના વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના અભિયાનના બીજા તબક્કામાં ચીન સાથ નહીં આપે.

યિક્સિને વધુમાં કહ્યું હતું કે ‘કોરોનાની મહામારી ડિસેમ્બર, ૨૦૧૯માં એકસાથે ઘણા દેશોમાં ફાટી નીકળી હતી, પરંતુ વાઇરસથી સંક્રમિત થયેલી વ્યક્તિનો પ્રથમ રિપોર્ટ સૌથી પહેલાં ચીને બહાર પાડ્યો હતો.’

international news china