VIDEO : અને ગરુડ પાર્કમાંથી બાળકને ઉઠાવી ગયું

20 December, 2012 02:55 AM IST  | 

VIDEO : અને ગરુડ પાર્કમાંથી બાળકને ઉઠાવી ગયું



વિડીયો




સામાન્યપણે ગરુડ બિલાડી, માછલી જેવાં પ્રાણીઓને પોતાનો શિકાર બનાવતું હોય છે, પણ કૅનેડામાં આકાશમાંથી ત્રાટકેલું ગરુડ નાનકડા બાળકને ઉઠાવી ગયું હતું. આ ઘટના કૅનેડાના મૉન્ટ્રિયલ શહેરના એક પાર્કમાં બની હતી. સદ્ભાગ્યે જમીન પરથી બાળકને ઉઠાવ્યા બાદ તરત ગરુડે તેને છોડી દેતાં બાળક જમીન પર પટકાયું હતું. આ આખી ઘટના એક વ્યક્તિએ કૅમેરામાં શૂટ કરી લીધી હતી. સદ્ભાગ્યે આ અણધારી ઘટનામાં બાળકને કોઈ જ ઈજા થઈ નહોતી. આ ઘટના બાળકના પેરન્ટ્સની નજર સામે જ બની હતી. બાળકની ઉંમર કે ઓળખ જાહેર કરવામાં આવ્યાં નહોતાં, પણ તેની વય અંદાજે એક વર્ષની હતી. જે ગરુડે આ કારસ્તાન કર્યું હતું તેને ગોલ્ડન ઈગલ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર અમેરિકામાં જોવા મળતા આ પ્રકારનાં ગરુડ છ ફૂટ લાંબી પાંખો ધરાવતાં હોય છે. એવી શક્યતા છે કે ગરુડ ભૂલથી બાળકને સસલું કે અન્ય કોઈ પ્રાણી સમજી બેઠું હશે.

જુઓ ઘટનાક્રમ :