ICICIનાં CEOનો પગાર ૭.૮૪ કરોડ અને RBIના ગવર્નરનો પગાર માત્ર ૪૫ લાખ

31 May, 2017 04:29 AM IST  | 

ICICIનાં CEOનો પગાર ૭.૮૪ કરોડ અને RBIના ગવર્નરનો પગાર માત્ર ૪૫ લાખ


ચંદા કોચર                                                  ડૉ. ઉર્જિત આર. પટેલ


ગયા વર્ષે વિવિધ બૅન્કોના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસરોને મળેલા પગારના આંકડાની સરખામણી નવાઈ પમાડનારી છે. ભારતની પ્રાઇવેટ સેક્ટરની બૅન્ક ICICIનાં CEO ચંદા કોચરને ૨૦૧૭ના માર્ચમાં પૂરા થતા નાણાકીય વર્ષમાં કુલ પૅકેજ ૭.૮૪ કરોડ રૂપિયાનું મળ્યું હતું. સૌથી મોટી બૅન્ક સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા છે. એનું નેતૃત્વ અરુંધતી ભટ્ટાચાર્ય કરી રહ્યાં છે. તેમનું ૨૦૧૫-૧૬નું વાર્ષિક પૅકેજ ૩૧.૧ લાખ રૂપિયાનું હતું. દેશની ત્રીજા નંબરની સૌથી મોટી પ્રાઇવેટ બૅન્ક ઍક્સિસ બૅન્કનાં CEO શિખા શર્માનું વાર્ષિક પૅકેજ ૫.૫ કરોડ રૂપિયાનું છે.

આ બધી જ બૅન્કોની ઉપર દેશની કેન્દ્રીય રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા આવે. આ સંસ્થા દેશની તમામ બૅન્કોને સંચાલિત કરવાનું કામ કરે છે એટલું જ નહીં, કેન્દ્ર સરકાર માટે પણ પ્રમુખ બૅન્કની ભૂમિકા કરે છે. ભારતની તમામ ચલણી નોટ પર જેમની સહી હોય છે એવા રિઝર્વ બૅન્કના ગવર્નર ડૉ. ઉર્જિત આર. પટેલનું વાર્ષિક ગ્રોસ પૅકેજ ૪૫ લાખ રૂપિયાનું છે.

પ્રાઇવેટ અને સરકારી બૅન્કોના ઘ્ચ્બ્ની સૅલરીમાં આસમાન-જમીનનો આ તફાવત સમજમાં આવે એવો નથી.