બનાવટી બેબી બમ્પમાં કોકેનની હેરાફેરી કરી રહેલી મહિલા પકડાઈ

13 September, 2013 05:52 AM IST  | 

બનાવટી બેબી બમ્પમાં કોકેનની હેરાફેરી કરી રહેલી મહિલા પકડાઈ


તબિયા લિચી નામની આ મહિલાએ જે જગ્યાએ કોકેન છુપાવ્યું હતું એ જોઈને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. ૨૮ વર્ષની આ મહિલા ઍર કૅનેડાની ફ્લાઇટમાં ટૉરોન્ટો જઈ રહી હતી. જોકે તેના બેબી બમ્પની સાઇઝને જોઈને એક ચાલાક પોલીસ-અધિકારીને શંકા ગઈ હતી. ત્યાર બાદ ચકાસણી કરવામાં આવતાં મહિલાનો ભાંડો ફૂટ્યો હતો. ફિલ્મ ‘કહાની’ની વિદ્યા બાલનની જેમ મહિલાએ લેટેક્સ નામના પદાર્થની મદદથી નકલી બેબી બમ્પ બનાવ્યા હતા અને તેની અંદર બે કિલોગ્રામ કોકેન છુપાવ્યું હતું. આ મહિલાએ પોતાને સોશ્યલ વર્કર ગણાવી હતી.