પુરજોશમાં દોડતી કારની સામે પ્લેન ક્રૅશ થતું આવ્યું અને...

18 March, 2019 08:58 AM IST  |  કેનેડા

પુરજોશમાં દોડતી કારની સામે પ્લેન ક્રૅશ થતું આવ્યું અને...

વીડિયો થઈ રહ્યો છે વાઈરલ

કૅનેડામાં ઘટેલી એક એવી ઘટનાનો વિડિયો સામે આવ્યો છે જે જોતાં દિલ એક સેકન્ડ ધડકવાનું ચૂકી જાય. મંગળવારે કૅનેડાના બટનવિલે ઍરપોર્ટની પાસે એક નાનું પ્લેન ક્રૅશ થઈ ગયું. આ પ્લેન એક બિઝી હાઇવે પર પૂરપાટ દોડી આવતી ગાડીઓની વચ્ચે થઈને રોડની કિનારીએ જઈને ફસડાયું. ટૉરોન્ટોના બિલ ચેન નામના ડ્રાઇવરે ઇન્સ્ટાગ્રામ પર વિડિયો શૅર કરવાની સાથે લખ્યું હતું, ‘હું બહુ ભાગ્યશાળી છું કે પ્લેનથી મને કે મારા વાહનને કંઈ ન થયું. એક નાનું પ્લેન મારી એકદમ સામેથી નીકળી ગયું. પ્લેન રોડ સાથે અથડાયું પણ ખરું અને સહેજ આગળ જઈને ઝાડીમાં ક્રૅશ થઈ ગયું.’

આ પણ વાંચોઃ ઊનની ગૂંથણીનો લિટલ માસ્ટર : ૧૧ વર્ષના છોકરાએ મેળવ્યા ૪૦૦૦ ક્રોશેના ઑર્ડર્સ

આ વિડિયો કારના ડૅશબોર્ડ પર લાગેલા કૅમેરામાં કેદ થયો હતો. જે રીતે પ્લેન કારને લિટરલી અડીને ગયું એ ઘટના રૂંવાડાં ખડાં કરી દે એવી હતી.