દરિયામાં પડી ગયેલો કૅમેરા એક વર્ષ પછી પાછો મળ્યો

01 December, 2011 08:39 AM IST  | 

દરિયામાં પડી ગયેલો કૅમેરા એક વર્ષ પછી પાછો મળ્યો



 

બ્રિટિશ કોલંબિયન ફાયર ફાઇટર ફરવા માટે પૅસિફિક મહાસાગર ગયો હતો. ત્યાં સ્કુબા ડાઇવિંગ દરમ્યાન તેનો કૅમેરા દરિયામાં પડી ગયો હતો. એક વર્ષ બાદ ત્યાં જ ફરવા ગયેલા માર્ક્સ થૉમ્પસન નામના બીજા ફોટોગ્રાફરને એ કૅમેરા મળી આવ્યો હતો. તેણે એ કૅમેરાનું એસડી કાર્ડ ચેક કર્યું તો એમાંથી પિકનિકના ફોટોગ્રાફ્સ મળી આવ્યા હતા. એ જોયા બાદ તેણે આ કૅમેરા તેના સાચા માલિકને પહોંચાડવાનો નિર્ણય કર્યો હતો. આ માટે તેણે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સની મદદ લીધી હતી. એ ઉપરાતં તેણે કૅનન EOS 1000Dના સિરિયલ નંબરના આધારે કંપનીમાં કૅમેરાના મૂળ માલિકનાં નામ-સરનામા માટે તપાસ કરી હતી, પરંતુ કંપની પાસે આ વિશે કોઈ રેકૉર્ડ નહોતો. જોકે આખરે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પરથી કૅમેરાનો મૂળ માલિક મળી આવ્યો હતો.