હેં!? કૅમ્બ્રિજ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સને દર અઠવાડિયે આપશે ૬૦ કૉન્ડોમ ફ્રી

06 October, 2012 06:04 AM IST  | 

હેં!? કૅમ્બ્રિજ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સને દર અઠવાડિયે આપશે ૬૦ કૉન્ડોમ ફ્રી




બ્રિટનની વિખ્યાત કૅમ્બ્રિજ યુનિવર્સિટીએ ફસ્ર્ટ યરના સ્ટુડન્ટ્સને દર અઠવાડિયે ૬૦ કૉન્ડોમ ફ્રી આપવાનો નિર્ણય કર્યો છે. આ સ્ટુડન્ટ્સ તેમના પાર્ટનર સાથે સેક્સને કારણે એઇડ્સ જેવી બીમારીઓમાં ફસાય નહીં તથા કસમયની પ્રેગ્નન્સીથી બચી શકે એ માટે આ નિર્ણય લાગુ કર્યો છે. કૉલેજ હવે ૩૫,૦૦૦ જેટલા ફ્રેશર્સને વર્ષ દરમ્યાન ૧૦ લાખથી વધારે કૉન્ડોમ આપશે એટલું જ નહીં, યુનિવર્સિટી હવે કૅમ્પસમાં પ્રેગ્નન્સી-ટેસ્ટ પણ ફ્રીમાં કરી આપશે.

બ્રિટિશ અખબાર ‘ધ ટેલિગ્રાફ’ના અહેવાલ મુજબ યુનિવર્સિટીના અધિકારીઓ દરેક સ્ટુડન્ટને દર અઠવાડિયે એક કૉન્ટ્રાસેપ્શન પૅક આપશે જેમાં કૉન્ડોમ્સ હશે. સ્ટુડન્ટ્સને દરેક વખતે આ પૅક સાથે રાખવાની પણ સલાહ આપવામાં આવશે. યુનિવર્સિટીના સ્ટુડન્ટ વેલ્ફેર ઑફિસર ક્રિસ પેજે જણાવ્યું હતું કે ‘આ સ્કીમને અત્યાર સુધી જોરદાર રિસ્પૉન્સ મળ્યો છે. ઘણા સ્ટુડન્ટ્સે આ સ્કીમનો લાભ લેવા માટે પોતાનું નામ નોંધાવ્યું છે. કૅમ્બ્રિજના દરેક સ્ટુડન્ટ માટે સેક્સ-એજ્યુકેશન કમ્પલ્સરી કરવામાં આવ્યું છે. જે સ્ટુડન્ટ્સ અઠવાડિયામાં ૬૦ કૉન્ડોમનો પોતાનો સ્ટૉક ખલાસ કરી દેશે તેને કૉલેજ દ્વારા વધુ કૉન્ડોમ પણ ફ્રીમાં આપવામાં આવશે.’