2021 સુધી 15 કરોડથી વધુ લોકો ગરીબીમાં ધકેલાઇ જશેઃ વર્લ્ડ બૅન્ક

07 October, 2020 06:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

2021 સુધી 15 કરોડથી વધુ લોકો ગરીબીમાં ધકેલાઇ જશેઃ વર્લ્ડ બૅન્ક

વર્લ્ડ બૅન્ક

કોરોના મહામારીને લીધે વર્ષ 2021 સુધી 15 કરોડથી વધુ લોકો ગરીબી રેખાની નીચે આવવાની આશંકા વર્લ્ડ બૅન્કે વ્યક્ત કરી છે.

વર્લ્ડ બૅન્કે ચેતવણી આપતા કહ્યું કે દુનિયાભરના દેશોએ કોરોના મહામારી પછી અલગ પ્રકારની અર્થવ્યવસ્થા માટે તૈયાર રહેવુ પડશે, જેમાં પુંજી, શ્રમ, કૌટિલ્યને નવા ક્ષેત્રો તથા વ્યવસાયોમાં જવાની મંજૂરી આપવી પડશે. 

વિશ્વબેન્કે કહ્યુ કે, કોવિડ-19ને લીધે આ વર્ષે 8.8 કરોડથી 11.5 કરોડથી વધુ લોકો વિનાશકારી ગરીબીમાં ધકેલાય એવી આશંકા છે. જેનાથી 2021 સુધી વૈશ્વિક ધોરણે ગરીબોની સંખ્યા વધીને 15 કરોડને પાર પહોંચી જશે. વિશ્વબેન્ક મુજબ આ તમામ સ્થિતિ આર્થિક ગતિ પર આધારિત રહેશે. 

દ્વિવાર્ષિક રિપોર્ટમાં વર્લ્ડ બૅન્કે કહ્યું કે, જો આ મહામારી આવી ન હોત તો 2020માં ગરીબોની સંખ્યામાં ઘટાડો થઇને 7.9 ટકા પર આવી જવાનુ અનુમાન હતું. વર્લ્ડ બૅન્કના ચીફ ડેવિડ માલપાસે કહ્યુ કે, કોરોના મહામારી અને વૈશ્વિક આર્થિક મંદી વિશ્વની વસતીનો 1.4 ટકાથી વધારે લોકોને ગરીબીમાં ધકેલવાના કારણો બની રહશે. 

રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યુ હતું કે પહેલેથી જ જે દેશોમાં ગરીબોની સંખ્યા વધુ છે, એવા દેશોમાં ગરીબોની સંખ્યા વધશે. વિકાસશીલ દેશોમાં નોંધનીય પ્રમાણમાં લોકો ગરીબી રેખાથી વધુ નીચે ધકેલાઇ જશે. રિપોર્ટ મુજબ 82 ટકા લોકો આવા મધ્યમ આવકવાળા દેશોમાં જીવે છે.

રિપોર્ટમાં એમપણ કહેવામાં આવ્યુ હતું કે સંઘર્ષો, પર્યાવરણમાં ફેરફાર સહિત કોરોના મહામારીને લીધે 2030 સુધી ગરીબી સમાપ્ત કરવાના લક્ષ્યને મેળવવો હવે મુશ્કેલ લાગી રહ્યુ છે. 

world bank coronavirus covid19 international news