1934ની ગ્રાન્ડ પ્રિક્સ-વિનિંગ બુગાટી 95 કરોડ પાઉન્ડમાં વેચાઈ

10 September, 2020 05:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

1934ની ગ્રાન્ડ પ્રિક્સ-વિનિંગ બુગાટી 95 કરોડ પાઉન્ડમાં વેચાઈ

બગુટી ટાઈપ 59 સ્પોર્ટ

વર્ષ 1934માં બેલ્જિયમ ગ્રાન્ડ પ્રિક્સમાં ફ્રેન્ચ રેસિંગ ડ્રાઈવર રીની ડ્રેફસે ધ બગુટી ટાઈપ 59 સ્પોર્ટની મદદથી વિજય થયો હતો. આ કારને 1938માં બેલ્જિયમના રાજાએ ખરીદી હતી.

લીઓપોલ્ડ-3એ ખરીદેલી આ કાર તેમના ગ્રાન્ડસન ફિલિપ પાસે છે જે હાલ બેલ્જીયમના રાજા છે. થોડા દિવસ પહેલા જ આ કારનું વેચાણ લંડનમાં 95 કરોડ પાઉન્ડ કરતા પણ વધુમાં થયું છે. આ ઐતિહાસિક કાર 100 કરોડ પાઉન્ડથી વધુમાં વેચાશે એવી અપેક્ષા હતી, જોકે 95.35 કરોડ પાઉન્ડમાં વેચાઈ હતી.

ઑક્શનનું આયોજન કરનારાઓનો દાવો છે કે અત્યારસુધીના ઑક્શનમાં આ સૌથી મોંઘી વેચાનારી બગુટી છે. વર્ષ 1934 અને 1935 આ કાર લાઈમલાઈટમાં હતી.  રેસર રેની ડ્રેફસ આ કારની મદદથી મોનાકો ગ્રાન્ડ પ્રિક્સમાં ત્રીજા ક્રમે આવ્યા અને બેલ્જીયમ ગ્રાન્ડ પ્રિક્સમાં પહેલા ક્રમે આવ્યા હતા. 1937માં તેને રેસિંગ ઈવેન્ટ માટે મોડિફાઈડ કર્યા બાદ તે સ્પર્ધામાં વર્ચસ્વ ધરાવતી હતી.

1938માં તેને કાળા કલરથી પેઈન્ટ કર્યા બાદ બેલ્જીયમના રાજાને વેચવામાં આવી જેમને કાર પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. આ કારના દરેક પાર્ટ્સ પરફેક્ટ છે. લીઓપોલ્ડ-3ને રેસિંગ કારનો ખૂબ જ શોખ હતો, પરંતુ તેમની પહેલી પત્ની પ્રિન્સેસ એસ્ટ્રીડનું સ્વિત્ઝરલૅન્ડમાં કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું.   

international news