બ્રિટનની સૌથી પાતળી યુવતીની સુપરસ્લિમ કમર માત્ર ૧૫.૭ ઇંચની

22 October, 2012 05:17 AM IST  | 

બ્રિટનની સૌથી પાતળી યુવતીની સુપરસ્લિમ કમર માત્ર ૧૫.૭ ઇંચની



બર્મિંગહૅમ શહેરમાં રહેતી નેરીના પોતાની સુપર સ્લિમ બૉડીને જાળવી રાખવા માટે ભારે મહેનત કરે છે. તે ૨૪ કલાક કૉર્સેટ નામનો બૉડીને સપ્રમાણમાં રાખતો ડ્રેસ પહેરી રાખે છે અને માત્ર બાથ લેતી વખતે જ તે આ ડ્રેસ કાઢે છે. તેણે ૧૪ વર્ષની ઉંમરથી કૉર્સેટ પહેરવાનું ચાલુ કર્યું છે. એટલું જ નહીં, તે ખાવા-પીવામાં પણ ઘણું ધ્યાન રાખે છે અને વધારાની ચરબી પેદા કરે એવી આઇટમોને અડતી પણ નથી. તેણે આવતા વરસ સુધીમાં હજી કમરની સાઇઝમાં વધુ છ ઇંચનો ઘટાડો કરવાનો ટાર્ગેટ રાખ્યો છે અને તેને વિશ્વાસ છે કે એક વર્ષમાં તે એક ઇંચ કમર ઘટાડી શકશે. અત્યારે તેનું વજન માત્ર ૫૦ કિલો છે. જોકે તેને વજન કરતાં કમરની વધારે ચિંતા છે.