Queen Elizabeth 2ના અંતિમ યાત્રામાં હાજર રહ્યા આ `બિનબુલાએ મહેમાન`

21 September, 2022 05:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Britain News: ક્વીન એલિઝાબેથ દ્વિતીયનું 8 સપ્ટેમ્બરના નિધન થઈ ગયું હતું. સોમવારે વિશ્વના કેટલાક સૌથી શક્તિશાળી લોકો મહારાણીને અંતિમ વિદાય આપવા માટે લંડનમાં એકઠા થયા હતા.

ફાઈલ તસવીર

Britain News: ક્વીન એલિઝાબેથ દ્વિતીયનું (Queen Elizabeth 2) 8 સપ્ટેમ્બરના નિધન થઈ ગયું હતું. સોમવારે વિશ્વના કેટલાક સૌથી શક્તિશાળી લોકો મહારાણીને અંતિમ વિદાય આપવા માટે લંડનમાં એકઠા થયા હતા.

બ્રિટેનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયની અંતિમ વિધિ દરમિયાન કૉફીનમાં એક સ્પાઈડર જતો દેખાયો હતો. સોશિયલ મીડિયા પર યૂઝર્સે આ બિનઆમંત્રિત મહેમાનને મહારાણીના કૉફિન પર કેટલાક સુંદર ફૂલોમાં રાખવામાં આવેલ હાથેથી લખેલા કાર્ડ પર ચાલતો જોયો. એવું લાગે છે કે આ નોટ કિંગ ચાર્લ્સ 3 દ્વારા લખવામાં આવી હચી. જેવું રાણીના કૉફીનને વેસ્ટમિંસ્ટર એબ્બેમાં લઈ જવામાં આવ્યો, તેમના નજીકના લોકો તેમની પાછળ જૂલુસમાં ચાલતા યાત્રામાં સામેલ થયા હતા.

મેટ્રોના એક રિપૉર્ટ પ્રમાણે, નાનકડડું લીલું સ્પાઈડર ફટાફટ પુષ્પગુચ્છમાં સંતાઈ ગયું, પણ તેની તસવીરો હવે ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર વાયરલ થઈ રહી છે. એક ટ્વિટર યૂઝરે પૂછ્યું, "શું અન્ય કોઈને મહારાણી એલિઝાબેથ દ્વિતીયના કૉફીન પર સ્પાઈડની સવારી જોઈ?"

વિશ્વના રાષ્ટ્રાધ્યક્ષ અને રાજઘરાના થયા સામેલ
નોંધનીય છે કે ક્વીન એલિઝાબેથ દ્વિતીયનું 8 સપ્ટેમ્બરના નિધન થઈ ગયું હતું. સોમવારે વિશ્વના કેટલાક સૌથી શક્તિશાળી લોકો બ્રિટેનના સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર સમ્રાટને વિદાય આપવા માટે લંડનમાં એકઠા થયા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (President Draupadi Murmu)એ શનિવારે ભારત તરફથી ક્વીન એલિઝાબેથ દ્વિતીયને સન્માન આપ્યું અને સાતે જ કિંગ ચાર્લ્સ 3 સાથે મુલાકાત પણ કરી.

આ સિવાય અમેરિકન રાષ્ટ્રપતિ જૉ બાઈડેન અને બીજા દેશના નેતાઓ પણ મહારાણીની અંતિમ વિધિ માટે લંડન પહોંચ્યા છે. મહારાણીની અંતિમ વિધિમાં વિશ્વના લગભગ 500 રાજઘરાણા, રાષ્ટ્રધ્યક્ષો અને સરકારના પ્રમુખોને આમંત્રિત કરવામાં આવ્યા છે. લંડનના રસ્તા પર હજારો લોકોએ રાજકીય અંતિમ સંસ્કાર માટે લાઈન લગાડી, જે બ્રિટેનમાં 57 વર્ષમાં પહેલીવાર આયોજિત કરવામાં આવ્યું.

આ પણ વાંચો : રાણીના કૉફિન પર કેમ મુકાયાં હસ્તલિખિત પત્ર, તાજ અને માળા?

લોકોએ મહારાણીને આ રીતે આપી શ્રદ્ધાંજલિ
સ્થાનિક લોકોમાંથી એકએ સમાચાર એજન્સી રૉયટર્સના હવાલે કહ્યું, "રાણીમાં આ ખાસિયત હતી કે તે લોકોને સાથે લઈને જતાં હતાં, આથી તેમના શાસનને સમાપ્ત કરવાની એક ઉપયુક્ત રીત છે, જેમાં બધા તેમની અંતિમ વિધિને જોવા માટે એક સાથે આવે છે. બ્રિટેનના પોતાના સમ્રાટને અલવિદા કહેતા કેટલાક લોકોએ માથું નમાવ્યું, અન્યોએ આંસૂ લૂછ્યા."

international news queen elizabeth ii