કોરોના વેક્સિનનું ઉત્પાદન શરૂ થયા પછી બ્રિટિશે PMએ કહ્યું, ગૅરંટી નથી

12 May, 2020 11:42 AM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

કોરોના વેક્સિનનું ઉત્પાદન શરૂ થયા પછી બ્રિટિશે PMએ કહ્યું, ગૅરંટી નથી

બૉરિસ જૉનસન

વિશ્વના કેટલાય દેશોની નજર કોરોમા વાયરસની વેક્સિન માટે ખાર તો બ્રિટન અને અમેરિકા પર છે. થોડાંક સમય પહેલા જ સમાચાર બતા કે બ્રિટેનની ઑક્સફોર્ડ યૂનિવર્સિટી તરફથી તૈયાર કરવામાં આવેલી વેક્સિનનું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે. અને સપ્ટેમ્બર સુધી લાખો ડૉઝ બનીને તૈયાર થઈ જશે. જોકે, વેક્સિનના કેટલાક ટ્રાયલ પૂરા થયા પહેલા જ ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું. જો વેક્સિન સફળ સાબિત થઈ તો વધારે રાહ ન જોવી પડે. પણ હવે બ્રિટેનના જ પ્રધાનમંત્રીનું કહેવું છે કે કોરોના વેક્સિન મળી જાય, તેની કોઇ ગૅરન્ટિ નથી.

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જૉનસને કહ્યું કે શક્ય છે કે આપણે આ બીમારી સાથે ઘણાં સમય સુધી રહેવું પડે. જોકે, બ્રિટનમાં ઘણી જુદી જુદી સંસ્થાઓ કોરોના વેક્સિન બનાવવા પર કામ કરી રહી છે.

ડૉનસને પ્રેસ કૉન્ફ્રેન્સ સંબોધિત કરતા કહ્યું- "હું આશા, આશા અને આશા રાખું છું કે અમે એવી વેક્સિન બનાવી લેશું જેનાથી કોરોના વાયરસને હરાવવામાં સફળતા મળે. ઑક્સફોર્ડમાં જે થઈ રહ્યું છે, તેનાથી આપણને હિંમત વધારનારી વસ્તુઓ સાંભળવ મળી રહી છે." પણ આની સાથે જ તેમણે ચેતવણી પણ આપી છે.

હિંમત વધારનારી વાત કર્યા પછી જૉનસને કહ્યું કે, "આનો અર્થ ગૅરન્ટિ નથી. મને લાગે છે કે હું યોગ્ય વાત કરી રહ્યો છું કારણકે 18 વર્ષ પછી પણ સાર્સ માટે અમારી પાસે કોઈ વેક્સિન નથી."

બોરિસ જૉનસને કહ્યું કે વેક્સિનની શોધ માટે સરકાર ઘણાં રૂપિયા ખર્ચ કરી રહી છે છતાં તેમણે કહ્યું કે, "જો તમે મને પૂછશો કે હું એક એકદમ પાક્કા પાયે કહી શકું છું કે આપણે ઘણાં સમય સુધી આ બીમારી સાથે નહીં જીવવું પડે, તો એ હું નથી કહી શકતો."

જો કે, બ્રિટનની સરકારના ચીફ સાઇન્ટિફિક એડવાઇઝર સર પેટ્રિક વલાંસ કોરોના વિષયે આશાવાદી વાતો કરતાં દેખાયા. પેટ્રિકે કહ્યું કે તેમને આશ્ચર્ય થશે કે કોરોનાની કોઇ વેક્સિન નથી મળી.

great britain international news coronavirus covid19