બુટિકમાં ચોરી થતી અટકાવવા માલિકે પ્રોફેશનલ ચોરને હાયર કર્યો !

27 December, 2018 12:25 PM IST  | 

બુટિકમાં ચોરી થતી અટકાવવા માલિકે પ્રોફેશનલ ચોરને હાયર કર્યો !

મૉલના સીસીટીવી ફૂટેજ

બ્રિટનમાં એક બુટિકના માલિકે પોતાના સ્ટોરમાં એક ખાસ વ્યક્તિને હાયર કરવા માટે જાહેરાત આપી હતી. તેણે પ્રોફેશનલ ચોરને નોકરીએ રાખવાની અને તેને એક કલાકના ૫૦૦૦ રૂપિયા આપવા સુધીની તૈયારી પણ બતાવી હતી. આ જાહેરાત એ વખતે પણ ખૂબ વાઇરલ થઈ હતી. માલિકે ચોરને આપવાની નોકરીમાં સ્પષ્ટતા કરી હતી કે તેણે દિવસના કોઈ પણ સમયે આ સ્ટોરમાં આવવાનું રહેશે અને બધાની નજર ચૂકવીને અને પકડાય નહીં એ રીતે ચોરી કરવાની રહેશે. કામનું રિપોર્ટિંગ કરતી વખતે તેણે પોતે ચોરેલા માલ સાથે સાબિત કરવું પડશે કે આ ચીજો તેણે કઈ રીતે ચોરી. દર વખતે એ રીતોથી ફરીથી ચોરી ન થઈ શકે એ માટે જરૂરી પગલાં લેવામાં આવશે. આમ સતત ઇમ્પ્રૂવમેન્ટ કરીને તેની દુકાનમાં એવી સિસ્ટમ ગોઠવાશે જેથી એમાં ચોરી કરવી અઘરી જ નહીં, અશક્ય બની જાય. સિક્યૉરિટી એક્સપર્ટ કરતાં વધુ સારી રીતે એક ચોરની પ્રોફેશનલ સર્વિસ લેવાથી ચોરીની તમામ સંભાવનાઓને રોકી શકાય છે એવું આ માલિકનું માનવું હતું.

great britain