ડ્રગ્સ તસ્કરો સાથે વફાદાર પોપટની ધરપકડ, પૂછપરછમાં નથી ખોલી રહ્યો મોઢું

27 April, 2019 02:06 PM IST  |  બ્રાઝિલ

ડ્રગ્સ તસ્કરો સાથે વફાદાર પોપટની ધરપકડ, પૂછપરછમાં નથી ખોલી રહ્યો મોઢું

બોલતા પોપટ

તમે વફાદાર જાનવરોની ઘણી વાર્તા સાંભળી હશે. કેટલીક જગ્યાઓ પર માણસથી વધારે વફાદાર જાનવર હોય છે. વફાદાર જાનવરોમાં કુતરા સૌથી આગળ છે. આ કારણોસર સામાન્ય રીતે લોકો ઘરમાં કુતરા રાખે છે, કે મુશ્કેલીમાં તે પોતાના માલિકની મદદ કરી શકે છે. જાનવરો ભલે બોલી શકતા નથી અને કઈ સમજી શકતા નથી. પરંતુ અંદર પણ ભાવનાઓ હોય છે અને મુસીબતના સમયે અમારી મદદ પણ કરે છે. 

વફાદારીના કિસ્સામાં, કુતરાઓ કરતાં પણ વધુ વફાદાર હોય છે. વફાદારીના મામલામાં કુતરાથી વધારે પણ એક પક્ષી હોય છે. આ પક્ષી બીજું કોઈ નહીં પોપટ છે. પોપટ પણ કુતરાથી વધારે વફાદાર હોય છે, અને મુસીબત આવે ત્યારે પોતાના માલિક સાથે ઉભો રહે છે.

વફાદાર પોપટની ધરપકડ

બ્રાઝિલમાં આવા વફાદાર પોપટની ચર્ચા થઈ રહી છે. ઉત્તરીય બ્રાઝિલમાં ખૂબ વફાદાર પોપટનું કારનામું આજકાલ સામાજિક મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. પોપટ પોચાના માલિકના પ્રતિ એટલો વફાદાર નીકળ્યો કે પોલીસની લાખ કોશિશ બાદ પણ એણે પોતાનું મોં નથી ખોલ્યું. વાસ્તવમાં, ડ્રગના તસ્કરો સામે પોલીસ કાર્યવાહી દરમિયાન આ પોપટની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસનો જોતા જ કરતો હતો સાવધાન

તસ્કરો(માલિક)એ પોપટને એવી રીતે ટ્રેન્ડ કર્યો હતો કે જ્યારે પણ પોલીસ આવતા હતા તો તે પોલીસ પોલીસ બોલીને એમને અલર્ટ કરી દેતો હતો. પોલીસ ઑફિસરોની એક ટીમે વીતેલો સોમવારે પિયાઉ સ્ટેટમાં ડ્રગ તસ્કરોને ત્યાં દરોડ માર્યા હતા. તે સમયે પણ પોપટે પોતાના માલિકોને પોલીસ પોલીસ બૂમ પાડીને અલર્ટ કરવાની કોશિશ કરી હતી, પરંતુ બન્ને તસ્કર પોલીસના હાથમાં લાગી ગયા સાથે પોપટ પણ. પોલીસનું કહેવું છે કે અત્યાર સુધી તેણે કઈ કીધું નથી, તે ચૂપ જ છે.

brazil