હેં!? એક ફિલ્મના બાવન કરોડ રૂપિયા લેતો ઍક્ટર બ્રૅડ પિટ ઘરે જાતે સફાઈ કરે છે

18 September, 2012 06:22 AM IST  | 

હેં!? એક ફિલ્મના બાવન કરોડ રૂપિયા લેતો ઍક્ટર બ્રૅડ પિટ ઘરે જાતે સફાઈ કરે છે



જોકે ૪૮ વર્ષનો આ ઍક્ટર ઘરમાં સાફસફાઈ પોતે જ કરે છે. ‘ધ કાઉન્સેલર’ તથા ‘વર્લ્ડ વૉર ઝેડ’ નામની ફિલ્મમાં કામ કરી રહેલો બ્રૅડ પિટ અત્યારે સાઉથ બ્રિટનના સરે શહેરમાં રહે છે અને ત્યાં તે પોતાના ઘરની સાફસફાઈ જાતે જ કરવાનું પસંદ કરે છે. બ્રિટિશ અખબાર ‘ડેઇલી મેઇલ’ના અહેવાલ મુજબ છ સંતાનોની દેખભાળ કરી રહેલો બ્રૅડ પિટ જવાબદાર પિતા છે, પણ તાજેતરના દિવસોમાં તે ઘરના કામકાજ પર વધુ ધ્યાન આપી રહ્યો છે. બ્રૅડની લાઇફ પાર્ટનર હૉલીવુડ-ઍક્ટ્રેસ ઍન્જેલિના જોલી અત્યારે સંયુક્ત રાષ્ટ્રના મિશન પર ઇરાક જેવા દેશોની મુલાકાતે છે ત્યારે બ્રૅડ પિટ બાળકો ઉપરાંત ઘરની દેખભાળ પણ રાખે છે.