યુરોપમાં ઘૂસવા માગતા છોકરાએ બસ નીચે ટિંગાઈને ૨૩૦KMની મુસાફરી કરી

29 June, 2017 07:16 AM IST  | 

યુરોપમાં ઘૂસવા માગતા છોકરાએ બસ નીચે ટિંગાઈને ૨૩૦KMની મુસાફરી કરી


મૉરોક્કોના ટેન્જિયરની પાસે આવેલા ટેટુઆન શહેરથી એક બસ ઊપડી. આ બસ દક્ષિણ સ્પેનમાં આવેલા સેવિલ શહેર સુધી જઈ રહી હતી. ત્યાં પહોંચીને ડ્રાઇવર પ્રવાસીઓ માટે બસનો દરવાજો ખોલવા માટે નીચે ઊતર્યો ત્યારે તેને બસની નીચે કશુંક વિચિત્ર લટકતું દેખાયું. તરત જ તેણે ઇમર્જન્સી સર્વિસને બોલાવી. અધિકારીઓએ આવીને ચેક કર્યું તો બસની નીચે એક કિશોર લટકેલો માલૂમ પડ્યો. મેલાંઘેલાં કપડાંમાં રહેલા તે કિશોરને હૉસ્પિટલમાં લઈ જવાયો, જ્યાં તેને ઈજામુક્ત જાહેર કરાયો. તે કિશોરે કબૂલ્યું કે યુરોપમાં ઘૂસવા માટે તે ટેટુઆનથી જ બસની નીચે લટકી ગયેલો. આ સ્થિતિમાં તેણે પૂરા ૨૩૦ કિલોમીટરની મુસાફરી કરી હતી.